વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હા RAWનાં નવા ચીફ તરીકે નિયુક્ત થશે. રૉ ચીફ તરીકે તેઓ 2 વર્ષ સુધી ફરજ બજાવશે.
કેન્દ્રીય મંત્રીમંડળનાં વરિષ્ઠ IPS અધિકારી રવિ સિન્હાને દેશની ગુપ્તચર એજન્સી RAW (રિસર્ચ એન્ડ એનાલીઝીઝ વિન્ગ)નાં નવા ચીફ તરીકે નિયુક્ત થશે. રવિ સિન્હા, સામંત કુમાર ગોયલની જગ્યા લેશે. સામંત કુમારનો કાર્યકાળ 30 જૂનનાં પૂર્ણ થશે. કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ સિન્હાનાં નામને મંજૂરી આપી દીધી છે.રવિ સિન્હાનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે
- Advertisement -
રવિ સિન્હા 1988 બેચનાં છત્તીસગઢનાં કેડરનાં IPS અધિકારી છે. હાલમાં સિન્હા PSO અને કેબિનેટ સચિવાલય SRમાં સ્પેશિયલ સેક્રેટરી તરીકે ફરજ બજાવી રહ્યાં છે. રવિ સિન્હાથી પહેલા સામંત ગોયલ રૉ ચીફ તરીકે કાર્યરત હતાં.
Ravi Sinha, IPS (CG:88) to be the new Secretary, Research & Analysis Wing. pic.twitter.com/vEr3hfokZJ
— ANI (@ANI) June 19, 2023
- Advertisement -
આ દરમિયાન તેમણે અનેક ઉપલબ્ધિઓ હાસિલ કરી છે. સામંત ગોયલ જ્યારે રૉ ચીફ હતાં ત્યારે પાકિસ્તાનમાં બાલાકોટ એરસ્ટ્રાઈક કરવામાં આવી હતી આ સાથે કાશ્મીરમાં 370ની કલમ હટાવી દેવામાં આવી હતી.