રવિના ટંડનનો એક વાયરલ વીડિયો સોશિયલ મીડિયા વાયરલ થયો છે, જેમાં કેટલાક લોકો રવીના સાથે ઝઘડતા અને ધક્કો મારતા જોવા મળે છે, આરોપ છે કે રવિનાએ પહેલા આ લોકો સાથે મારપીટ કરી હતી.
બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડન હાલમાં તેના એક વીડિયોને લઈને હેડલાઈન્સમાં છે. અભિનેત્રી પર એક વૃદ્ધ મહિલા અને તેના પરિવાર સાથે મારપીટ અને દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. પીડિતાનો આરોપ છે કે અભિનેત્રી રવિના ટંડને ગઈકાલે રાત્રે દારૂના નશામાં તેની સાથે મારપીટ કરી હતી. આ પછી અભિનેત્રીને સ્થાનિક લોકો દ્વારા ઘેરી લેવામાં આવે છે આવો વીડિયો હાલ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
- Advertisement -
રવિના ટંડનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
રિપોર્ટ્સ અનુસાર રવીનાના ડ્રાઈવરે ત્રણ લોકોની કાર દ્વારા ટક્કર મારી હતી એ બાદ અભિનેત્રી કથિત નશાની હાલતમાં કારમાંથી બહાર આવે છે અને પીડિતો સાથે દુર્વ્યવહાર કર્યો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પીડિતા અને સ્થાનિક લોકો રવીનાને ઘેરી રહ્યા છે અને પોલીસને બોલાવી રહ્યા છે. પીડિતોમાંથી એકને એમ કહેતા સાંભળી શકાય છે, “તમે આજની રાત જેલમાં વિતાવશો. મારા નાકમાંથી લોહી નીકળે છે.”
સાથે જ વીડીઓમાં એમ પણ કહેતા સંભળાય છે કે રવીનાએ લોકોને વિડિયો રેકોર્ડ ન કરવા વિનંતી કરી હતી અને સ્થાનિક લોકોએ તેના પર હુમલો કર્યો ત્યારે અભિનેત્રી કહે છે કે “મને ધક્કો ન મારો.. પ્લીઝ મને મારશો નહીં.”
- Advertisement -
શું હતી સમગ્ર ઘટના..?
આ સાથે જ વિડીયોના અંતમાં એમ પણ જોવા મળે છે કે એક વ્યક્તિએ પોતાની ઓળખ બાંદ્રાના રહેવાસી મોહમ્મદ તરીકે આપીને સમગ્ર ઘટનાનું વર્ણન કરતાં કહ્યું કે તેની માતા, બહેન અને ભત્રીજી રિઝવી કોલેજ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રવીનાનો ડ્રાઈવર તેની માતાને કારથી ટક્કર મારી હતી. એ બાદ રવીના નશાની હાલતમાં બહાર આવી અને મારી માતાને એટલી માર માર્યો કે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ.”
તેણે દાવો કર્યો કે તે પીડિતો સાથે ચાર કલાક સુધી ખાર પોલીસ સ્ટેશનમાં રાહ જોઈ રહ્યો હતો પરંતુ તેણે તેમની ફરિયાદ લીધી ન હતી. સાથે જ તેઓએ અમને પોલીસ સ્ટેશનની બહાર સમાધાન કરવા કહ્યું છે.’ જાળ આ વિડીયો ઘણો વાયરલ થઈ રહ્યો છે અને હજુ સુધી આ મામલે રવિના ટંડન દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.