દિવાળી પૂર્વે ગુજરાત સરકારનો મોટો નિર્ણય
75 લાખ NFSA કાર્ડધારકોને વિશેષ અનાજ, ખાંડ અને તેલનું વિતરણ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
રાજ્યમાં દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે NFSA (National Food Security Act) હેઠળ સમાવિષ્ટ અંત્યોદય અને ઇઙક પરિવારો માટે વિશેષ અન્ન વિતરણની જાહેરાત કરી છે. રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, આ વિશેષ વિતરણનો હેતુ ગરીબ પરિવારો ઉત્સાહભેર તહેવારની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના 75 લાખથી વધુ રેશનકાર્ડ ધારકોના કુલ 3.26 કરોડ સભ્યોને ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું વિતરણ કરવામાં આવશે.
અનાજ: અંત્યોદય અન્ન યોજના (અ.અ.ઢ.)ના કુટુંબોને પ્રતિ કાર્ડ કુલ 35 કિલો અનાજ અને અગ્રતા ધરાવતા કુટુંબો (ઙ.ઇં.ઇં.)ને વ્યક્તિ દીઠ 5 કિલો અનાજનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. નિયમિત પુરવઠા ઉપરાંત, દિવાળી પર્વ નિમિત્તે રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું પણ વિતરણ કરાશે.
એક તરફ રાજ્ય સરકાર વિશેષ અનાજ વિતરણ કરી રહી છે, ત્યારે બીજી તરફ પુરવઠા વિભાગ દ્વારા એક નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે મુજબ રેશનકાર્ડનો ઉપયોગ હવે માત્ર બે જ હેતુઓ માટે થઈ શકશે: 1. સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા અને 2. ગેસ કનેક્શન મેળવવા માટે.
આ પરિપત્રને કારણે રેશનકાર્ડ હવે સરકારી કામકાજ, આધારકાર્ડ, બેન્કિંગ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ કે મતદાર નોંધણી જેવા દસ્તાવેજી પુરાવા તરીકે માન્ય ગણાશે નહીં. પુરવઠા વિભાગના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે રેશનકાર્ડનો મૂળભૂત હેતુ માત્ર લાભાર્થીઓને સબસિડી આધારિત અનાજ અને ઈંધણ જેવી આવશ્યક વસ્તુઓ પૂરી પાડવાનો છે, અને આ નિર્ણય તેના મૂળભૂત હેતુને જાળવી રાખવા માટે લેવામાં આવ્યો છે.
આરોગ્ય વીમા
યોજનામાં રેશનકાર્ડના ઉપયોગ અંગે મુંઝવણ
આ નવા નિયમ બાદ કેન્દ્ર અને રાજ્યની આરોગ્ય વીમા યોજનાઓ, જેવી કે ‘મા કાર્ડ’ વગેરે મેળવવા માટે રેશનકાર્ડના ઉપયોગ અંગે મૂંઝવણ ઊભી થઈ છે, જેના પર સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. પરિણામે, લોકો સામાન્યપણે ‘મા કાર્ડ’ માટે રેશનકાર્ડનો ઉપયોગ કરવાનું ચાલુ રાખશે. જોકે, સિવિક સેન્ટર્સમાંથી જ્યારે તેમને રેશનકાર્ડ અમાન્ય હોવાનું જણાવી પાછા કાઢવામાં આવશે, ત્યારે લોકોમાં વ્યાપક અસંતોષ ફેલાઈ શકે છે.
- Advertisement -



