ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારક કુટુંબનાં સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થકી તે હેતુસર રેશનકાર્ડમાં ઈ – કે.વાય.સી. કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે. જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લામાં “રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ”ની રાજ્યકક્ષાની ઉજવણીની સાથે સાથે રેશનકાર્ડ ય ઊંઢઈ કરાવવા માટે કેમ્પ પણ યોજાયો હતો. જેનો નાગરિકોએ લાભ મેળવ્યો હતો. રેશનકાર્ડ E-KYC માટે રેશનકાર્ડ નંબર, મોબાઈલ નંબર અને આધાર નંબરની વિગતો માત્ર આપવાની રહે છે.E-KYC માટે કોઈપણ દસ્તાવેજની કોપી કે બેંક એકાઉન્ટની વિગતો આપવાની રહેતી નથી.
અત્રે નોંધનીય છે કે, રેશનકાર્ડ ધારકો ઘરે બેઠાં જાતે પણ E-KYC કરી શકે છે. સરકારની ખુ છફશિંજ્ઞક્ષ મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઘર આંગણે E-KYC કરાવવાની પ્રક્રિયા સરળ છે. રેશનકાર્ડ ધારકો પોતાના સ્માર્ટફોનમાં એપ ડાઉનલોડ કરીને આ પ્રક્રિયા સરળતાથી કરી શકશે. E-KYC કરવા માટે રેશનકાર્ડમાં નોંધાયેલા જે સભ્યના આધાર રેશનકાર્ડમાં સીડ થયેલા હશે, એવા જ સભ્યો એપ દ્વારા E-KYC કરી શકશે. રેશનકાર્ડમાં જે સભ્યના આધાર નંબર સીડ થયેલા ન હોય તેઓ પોતાના રહેણાંકના વિસ્તાર મુજબ સંબંધિત ઝોનલ કચેરી કે તાલુકા, મામલતદાર કચેરીનો રૂબરૂ સંપર્ક સાધી રેશનકાર્ડ તથા આધારકાર્ડ સીડ કરાવી શકે છે.