અમેરિકાની સતત કથળતી જતી નાણાકીય સ્થિતિમાં હાલમાં જ આંતરરાષ્ટ્રીય એજન્સી ફિચે આ દેશની ક્રેડીટ રેટીંગ ડબલ-એ પ્લસ સુધી ઘટાડયા બાદ વધુ એક રેટીંગ એજન્સી મુડી’સે હવે અમેરિકાની 10 બેન્કોની રેટીંગ ઘટાડશે. ફરી એક વખત અમેરિકી બેન્કો પર જોખમના નવા વાદળો છવાયા છે.
આ ઉપરાંત અમેરિકી બેન્કોએ જે રીતે મોટા બાકીદારોની નાણાકીય સ્થિતિની પણ સમીક્ષા કરી રહી છે. મતલબ કે તેમની બેન્કોના નાણા પુન: ભરપાઈ કરવાની ક્ષમતા પર પણ હવે પ્રશ્ન ઉઠવા લાગ્યા છે અને તેની અસર બેન્કો પર પણ પડશે. મુડી’સે અમેરિકી બેન્કોના ક્રેડીટ રેન્કીંગમાં એક સ્ટેપનો ઘટાડો કર્યો છે અને અનેક મોટા બાકીદારોને આ નેગેટીવમાં મુકવાની તૈયારીમાં છે જે બેન્કોની રેટીંગ ઘટાડી છે તેમાં એમએન્ડટી બેન્ક, મિતેકલ ફાયનાન્સ, પાર્ટનસ પ્રોસ્પેરીટી બેન્ક અને બીયોકે ફાઈનાન્સ સર્વિસ સામેલ છે.
- Advertisement -
આ નોંધમાં લખ્યું છે કે અનેક બેન્કોના નફા પર દબાણ છે તેથી તેની મૂડી ઉભી કરવાની ક્ષમતા પણ હવે પ્રશ્ન સર્જે છે. આ વર્ષના શરૂઆતમાં અમેરિકાની સિલીકોન વેલી બેન્ક અને સિગ્નેચર બેન્કને બંધ કરવી પડી હતી. બેન્કોની થાપણોમાં ઘટાડો થયો છે અને વ્યાજદર સતત ઉંચા રાખવાની અમેરિકી ફેડની નીતિથી ધિરાણ મોંઘુ બનતા મોટા ઉદ્યોગોની નફાકારકતા ને પણ અસર થતા તેના રીપેમેન્ટની શકયતામાં પણ પ્રશ્ન ઉભા થયા છે.