અમદાવાદમાં 145મી રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથ આજે નગરચર્યાએ નીકળ્યા છે. 2 વર્ષ બાદ લોકોને રથયાત્રાનો લ્હાવો મળતા ભક્તોમાં દર્શનનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
રથયાત્રા પ્રેમ દરવાજા પહોંચી
રથયાત્રા મોસાળ સરસપુરથી પરત ફરી પ્રેમ દરવાજા પહોંચી છે જ્યાં ભક્તોમાં અનેરો હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. ભક્તોએ અહી ભગવાનના ઓવારણા લઈ મગનો પ્રસાદ આરોગીઓ હતો.
અમદાવાદ પોલીસ કમિશનરે કર્યું મોનેટરીંગ
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા ધામધૂમ પૂર્વક યોજાઇ ત્યારે કોઇપણ પ્રકારની અનઇચ્છનિય ઘટના ન બને અને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમદાવાદ પોલીસ તંત્ર ખડે પગે રહ્યું હતું ત્યારે અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા સતત મોનેટરીંગ કરવામાં આવ્યું ખાસ કરીને સંવેદનશીલ વિસ્તારમાં રથયાત્રાનું મોનીટરીંગ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
રથયાત્રા મોસાળ સરસપુરથી પરત ફરી કાલુપર પહોંચી
રથયાત્રા મોસાળથી નીજ મંદિર તરફ પરત ફરી રહી છે. સરસપુરથી ભગવાનના રથ પહોંચ્યા કાલુપુર બ્રિજ, રોડની બંન્ને તરફ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. જગતના નાથ જ્યારે ખુદ દર્શન આપવા પધાર્યા છે ત્યારે તેનો દર્શનનો લ્હાવો લઈ ધન્ય થવા ભક્તો આતુર છે.ભગવાનના દર્શન કરવા કાલુપુર સર્કલ પર મોટી સંખ્યામાં ભક્તો હાજર છે.
રથયાત્રા મોસાળ સરસપુરથી પરત નિજમંદિર જવા રવાના
રથયાત્રા મોસાળ સરસપુરથી પરત નિજમંદિર જવા રવાના થઇ ગઇ છે. ભગવાન જગન્નાથજીને જ્યારે મોસાળમાં પહોંચ્યા ત્યારે ભક્તોએ ભગવાનને મીઠો આવકાર આપ્યો હતો. હાલ રથયાત્રા પરંપરાગત રીતે આગળ વધી રહી છે.
ભગવાન જગન્નાથના મોસાળ સરસપુરમાં રંગેચંગે મોસાળું ભરવામાં આવ્યું, મોસાળ પક્ષ વાજતે ગાજતે ભગવાન માટે કીમતી આભૂષણો અને અન્ય વસ્તુઓ લઈ ભગવાનનું મોસાળું ભરવા આવ્યો હતો. જે બાદ ત્યાં જમણ પણ પીરસવામાં આવ્યું હતું.
CM ડેશબોર્ડના માધ્યમથી રથયાત્રાનું નિરીક્ષણ
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા નિમિત્તે CM ડેશબોર્ડના માધ્યમથી CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને DGP આશિષ ભાટિયાએ રથયાત્રાનું નિરીક્ષણ કર્યું
ભાણેજ પહોંચ્યા મોસાળમાં
ત્રણેય રથ મંદિરેથી પ્રસ્થાન કરી મોસાળ સરસપુર પહોંચી ગયાં છે. તમામ ટ્રક સરસપુર પહોંચી ગયાં છે. સરસપુરમાં ભક્તોએ પણ ઉત્સાહભેર ભગવાન જગન્નાથજીના વધામણાં કર્યા. ભગવાનનું મામેરૂ લઈ જવામાં આવ્યું.
https://www.instagram.com/p/Cfc43tOJ7LD/
થોડી જ વારમાં રથયાત્રા સરસપુર પહોંચશે
રથયાત્રા કાલુપુર પહોંચતા જ ભક્તોએ ભગવાન જગન્નાથના ભાવભર્યા દર્શન કરી ધન્યતા અનુભવી. હાલ મોસાળું સરસપુરમાં ભગવાનના વધામણાં કરવા માટે ભક્તો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે.
#રથયાત્રાઅમદાવાદપોલીસ@sanghaviharsh @InfoGujarat pic.twitter.com/zkyvlBf7mR
— Ahmedabad Police અમદાવાદ પોલીસ (@AhmedabadPolice) July 1, 2022
ખુદ અમદાવાદના જોઈન્ટ પોલીસ કમિશનરે પણ હેલિકોપ્ટર દ્વારા સર્વેલન્સ કર્યું
ડ્રોનની નજરે જુઓ ભગવાનની જગન્નાથની નગરચર્યા
ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા
ભગવાનની રથયાત્રામાં દર વર્ષે અમીછાંટણા થતા હોય છે. ત્યારે આ વર્ષે પણ ભગવાનની રથયાત્રામાં અમીછાંટણા થતા ભક્તો ઝૂમી ઉઠ્યા છે. શહેરના જમાલપુર, ખમાસા, ખાડીયા અને ઢાળની પોળમાં ઝરમર-ઝરમર વરસાદ વરસ્યો છે. એટલે કહી શકાય કે અમીછાંટણા રૂપે ભગવાન જગન્નાથે ભક્તો પર વહાલ વરસાવ્યું છે.
ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું
છેલ્લાં 7 વર્ષથી યજમાન પરિવાર જેની રાહ જોઈ રહ્યો હતો તેઓની તે ઇચ્છા આજે ભગવાને પૂરી કરી છે. ઠાકોર પરિવારે ભગવાનને મોંઘેરુ મોસાળુ અર્પણ કર્યું છે. યજમાન પરિવાર અત્યારે સરસપુર મંદિર પહોંચ્યો છે. મહત્વનું છે કે, ભગવાનના મોસાળા માટે વર્ષોવર્ષથી રાહ જોવાતી હોય છે.