રાજકોટથી રતનપર આવવા તથા જવા ભાવિકો માટે નિ:શુલ્ક વાહન વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટથી 14 કિમી દૂર, મોરબી રોડ પર રતનપર પાસે સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી રામચરિતમાનસ મંદિરે પૂ.શ્રી રણછોડદાસજી બાપુના તથા પૂ.શ્રી હરિચરણદાસજી બાપુના શુભાશિષથી દર વર્ષની પરંપરા મુજબ સિયારામ મંડળી દ્વારા તા.20 જૂનને મંગળવારે અષાઢી બીજે બપોરે 4-00 વાગ્યે શ્રીજગન્નાથજી પ્રભુની પાવક રથયાત્રાનું આયોજન થયું છે. જેનો રામ મંદિરેથી પ્રારંભ થઈને રતનપર ગામમાં જશે.જ્યાં રથયાત્રાનું સ્વાગત-સામૈયું થશે. જેમાં સિયારામ મંડળીના હોદ્દેદારો, સામાજિક અગ્રણીઓ,રતનપર અને ગૌરીદડના સેવકો, રાજકોટથી આવેલા સૌ ભાવિકો આ રથયાત્રામાં જોડાશે.
- Advertisement -
આ રથયાત્રા સાંજે રામ મંદિરે પરત થશે.જ્યાં આરતી બાદ ભાવિકો માટે ભોજન-મહાપ્રસાદનું આયોજન કરેલછે. રાજકોટથી સર્વે ભાવિકોને આ રથયાત્રામાં જોડાવા માટે રામ મંદિરે જવા આવવા માટે સિયારામ મંડળી દ્વારા ગીતા વિદ્યાલય-ગીતા મંદિર જંકશન પ્લોટ રાજકોટથી મંગળવારે બપોરે બરાબર 3-00 વાગ્યે ખુરશી બેઠક સાથેની નિ:શુલ્ક વાહનવ્યવસ્થા કરેલ છે.
આ પાવક આયોજનમાં જોડાવા ઇચ્છતા સર્વે ભાવિકોએ સોમવાર તા. 19 જૂન સુધીમાં ગીતા મંદિરે પૂજારી પાસે નામનોંધણી કરાવવી જરૂરી છે. અષાઢી બીજે ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રામાં ભાગ લેવાથી તીર્થયાત્રાનું પૂણ્ય મળે છે. સર્વે વૈષ્ણવો-ભાવિકોને આ સૌભાગ્યદાયી રથયાત્રામાં જોડાઈને ભગવાન શ્રીજગન્નાથજીના કૃપાપાત્ર બની રહેવા રામ મંદિરે હાર્દિક અનુરોધ કરેલ છે.