ચાર જુદા જુદા ગ્રુપમાં 100 ઇનામો મેળવી બાળ સભ્યો ખુશખુશાલ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ ચિલ્ડ્રન કલબ દ્વારા ડી.એચ. કોલેજના મેદાનમાં વન-ડે દાંડિયા રાસોત્સવ યોજાયો હતો અને તેમાં 1500 જેટલા બાળકોએ અવનવી વેશભૂષામાં સજ્જ થઈને ગરબા લીધા હતા. આ રાસોત્સવમાં ચાર જુદા જુદા ગ્રુપમાં 100 ઇનામો આપવામાં આવ્યા હતા.
આ રાસોત્સવમાં ચિલ્ડ્રન કલબના સભ્યો અવનવી વેશભૂષા ધારણ કરીને આવ્યા હતા અને ગીત-સંગીતના તાલે ઝૂમ્યા હતા. બાળકોની કલા જોઇને નિર્ણાયકો પણ મૂંઝવણમાં પડી ગયા હતા. ફાઈનલ રાઉન્ડનાં અંતે જુદા જુદા ચાર ગ્રુપમાં 100 ઇનામો મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા. આ રાસોત્સવમાં નિર્ણાયક તરીકે કાશ્મીરાબેન નથવાણી,. માયાબેન પટેલ, ગીતાબેન હિરાણી, છાયાબેન દવે, કોમલબેન મહેતા, ભાવનાબેન માવાણી, માલાબેન પાઠક અને જયશ્રીબેન વ્યાસે સેવા આપી હતી.
ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામા આવેલ છે. અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવેલ છે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત પ્રિયા જોષી, ભાવના સોની, હેમાન્દ્રી ત્રીવેદી અને નિલેષ પંડ્યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરેલ.
આ રાસોત્સવને સફળ બનાવવા માટે ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ ખોડીદાસભાઈ પટેલ, જયસુખભાઈ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, નીલુબેન મહેતા, અલ્કાબેન કામદાર, ડો.અલ્કાબેન ધામેલીયા, જસુમતીબેન વસાણી, હેતલબેન થડેશ્વર, વૈશાલીબેન શાહ, હીનાબેન પારેખ તથા બંને જેન્ટ્સ અને લેડીઝ કમિટી મેમ્બરો વગેરેએ જહેમત ઉઠાવી હતી.



