ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને ચીન વચ્ચેના વધતા જતા તનાવમાં એક તરફ ચીન તરફથી લદાખ સહિતની સીમા ક્ષેત્રમાં અતિઆધુનિક લશ્કરી કવાયત તથા લડાયક વિમાનોની તૈનાતી શરુ કરતા ભારતે પણ વળતા જવાબમાં છેલ્લા થોડા દિવસમાં લેહ સહિતના એરબેસ પર અતિઆધુનિક રાફેલ તથા રશિયન બનાવટના સુખોઈ-30 એમકેઆઈ વિમાનોની ઉડાન શરૂ કરી છે.ખાસ કરીને ભારતે ચીનની દરેક હિલચાલ પર નજર રાખવા નાઈટ-ઓપરેશન વધાર્યા છે. ચીને લદાખ-તિબેટ તથા છેક પુર્વીય ક્ષેત્રમાં અરુણાચલ સુધીની ભારતની સિમાની સામેજ પીપલ્સ લીબરેશન આર્મી (ચાઈનીઝ સૈન્ય)ના નવા મથકો તથા એર ડિફેન્સ સીસ્ટમ તૈનાત કરી છે તથા નાના એરબેઝની હારમાળા સર્જીને લડાયક વિમાનોની કવાયતો પણ શરૂ કરી છે. પુર્વીય લદાખ ક્ષેત્ર અને દેશો વચ્ચે તનાવનું મુખ્ય કારણ બની શકે છે. જૂન માસમાં ચીનના હવાઈદળના લડાયક વિમાનોએ ભાજપ હવાઈ સીમાની નજીકની ઉડાન ભરી હતી.
લદ્દાખ સીમા પર ચીનનો મુકાબલો કરવા રાફેલ-સુખોઈ-ફાઈટર જેટ તૈનાત
