ગૌચર જમીનમાં ખનન કરતા માફિયાઓ સામે સ્થાનિક ગ્રામજનોનો રોષ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓની કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી કારણ કે હવે અહીં ચાલતા ગેરકાયદેસર ખનનને જાણે તંત્રની જ છૂટ મળી હોય તે પ્રકારે દિન દહાડે ખનિજનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તેવામાં મુળી તાલુકાના આંબરડી ગામે તીળ વિસ્તારમાં ગૌચર જમીનમાં છેલા કેટલાક સમયથી ચાલતા સફેદ માટીના ખનન સામે ગ્રામજનો દ્વારા રોષ વ્યક્ત કરાયો છે. આંબરડી ગામે સીમમાં આવેલ ગૌચર જમીનને પણ ખંજન માફીયાઓ છોડી નથી અને તેમાંથી પણ સફેદ માટીનું ખનન શરૂ કરી દીધું છે. આંબરડી ગામે ખનિજ ચોરી અંગે ગ્રામજનો દ્વારા અનેક વખત રજૂઆત કરાઈ છે પરંતુ તંત્રનો એકેય અધિકારી ખનિજ માફિયાઓનું ગેરકાયદેસર ખનન બંધ કરાવી શક્યા નથી અને ઉલટાના માફીયાઓ દ્વારા દાદાગીરી કરી રજૂઆત કર્તાઓને દબાવવા અને ધમકાવી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે અનેક રજૂઆત છતાં ગેરકાયદેસર ખનન નહિ અટકતા જાગૃત નાગરિકે સફેદ માટીના ખનન અંગેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી તંત્રની બેદરકારી છતી કરી હતી.