બ્રિજ નિર્માણમાં બુરણ કરવા માટે ગેરકાયદે ખનન કરેલી માટીનો ઉપયોગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.19
સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ખનિજ ચોરીથી લગભગ સુ કોઈ વાકેફ છે જેમાં રેતી, પથ્થર, કોલસો, સફેદ માટી સહિતના ખનીજના ભંડારને હવે ખનિજ માફીયાઓ ખૂટવાડવા બેઠા હોય અને ખનિજ વિભાગ હજુય કોઈ કાર્યવાહી કરતું નહિ હોવાથી તંત્ર સામે પણ અનેક શંકાના સવાલો ઉભા થાય છે ત્યારે હાલ લીમડી તાલુકાના શિયાણી ગામ નજીક ભોગાવો નદી પર નિર્માણ થતા બ્રીજના કામમાં ગેરકાયદેસર ખનન કરેલી માટીનો ઉપયોગ થતો હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. જેમાં બ્રિજના કામમાં બુરાણ કરવા માટે ઉપયોગ કરવામાં આવતી માટી આજુબાજુ વિસ્તારના ગૌચરમાંથી ગેરકાયદેસર ખનન કરી અહી નાખવામાં આવે છે જે અંગે સ્થાનિક રહીશો દ્વારા ગૌચરમાં ખનન બંધ કરવા અને કોન્ટ્રાકટર દ્વારા બ્રીજનાં કામમાં ઉપયોગ થતી ગેરકાયદેસર માટી સામે કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
- Advertisement -