મુંબઈની ફાઈવ સ્ટાર હોટલ કરતા આ રેમ્પ વોક બહેતર : રણવીર
કાશીની આ કારીગરીની દુનિયાને ખબર પડવી જોઈએ: કૃતિ
- Advertisement -
બોલીવુડ સ્ટાર રણવીરસિંહ અને કૃતિ સેનને આધુનીકતા અને પરંપરાને દર્શાવતી વારાણસીમાં ગંગા કિનારે રેમ્પ વોક કર્યું હતું. બનારસી વણાટના હુનરને દુનિયાભરમાં પહોંચાડવા માટે નમો ઘાટ પર રણવીરસિંહ અને કૃતિએ ફેશન શોમાં સૌંદર્ય પાથર્યું હતું.
રવિવારે કૃતિ અને રણવીરસિંહ કાશી વિશ્વનાથના દર્શન કરતા હોય તેવો ફોટો સામે આવ્યો છે. ઈન્ડીયન માઈનોરીટી ફાઉન્ડેશનના બે દિવસીય કાર્યક્રમ ‘ધરોહર કાશી કી’માં રણવીર અને કૃતિએ મનીષ મલ્હોત્રાના ફેશન શોમાં રેમ્પ વોક કર્યું હતું. તેની થીમ બનારસના કલ્ચરને રજુ કરવાનું હતું.
રણવીરસિંહે બ્રાઉન કલરનો બનારસી બ્રોકેડ પહેરીને બનારસી કલ્ચર રજુ કર્યું હતું. જયારે કૃતિ સેનને મરુન કલરની ઘાઘરા ચોલી પહેરી હતી. આ આઉટફીટને તૈયાર કરવામાં 6 મહિનાનો સમય લાગ્યો હતો. રણવીરસિંહે બનારસના રેમ્પ વોક શોને મુંબઈના ફાઈવસ્ટાર હોલમાં થતા શોથી બહેતર બતાવ્યો હતો. રણવીરે કહ્યું હતું કે મને આપણી સંસ્કૃતિ, પરંપરા અને વારસા માટે ગૌરવ છે.
- Advertisement -
કૃતિ સેનને વારાણસીમાં રેમ્પ વોક પર ખુશી વ્યક્ત કરી જણાવ્યું તે હંમેશા હાથથી બનેલ કંઈક એવું પહેરવા માંગતી હતી જે આપણા કલ્ચરને રિપ્રેઝેન્ટ કરતું હોય. બનારસી સાડીમાં સૌથી મોટી વાત એ હોય છે કે વણકર એક રીતે પોતાની રીતે સાડી બનાવે છે. આવી કારીગરીના બારામાં દુનિયાભરના લોકોને ખબર પડવી જોઈએ.