ધારાસભ્ય હીરાભાઈ સોલંકી ખેડૂતોની વહારે
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રાણીંગપરા ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતોના ઉપયોગમાં લેવાતા રસ્તા પર ગેટ અને ફેન્સિંગ ઉભું કરી દબાણ કરવામાં આવ્યું હતું. આ કારણે ખેડૂતોને પોતાની જમીન સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી.
- Advertisement -
સ્થાનિક આગેવાનો દ્વારા આ મુદ્દે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સમક્ષ રજૂઆત થતાં તેઓ પોતે સ્થળ પર પહોંચી ખેડૂતો સાથે નિરીક્ષણ કર્યું. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને હીરાભાઈ સોલંકીએ દબાણ સામે સખત વલણ દાખવી દાદાગીરી નહીં ચાલે, તાળું તોડી નાખો એવા શબ્દોમાં વહીવટીતંત્રની હાજરીમાં માર્ગને ખુલ્લો કરાવ્યો. ખાનગી કંપની દ્વારા લાંબા સમયથી ચાલતા આ દબાણ દૂર થતાં ખેડૂતોમાં હર્ષ છવાઈ ગયો હતો. તેમણે ધારાસભ્ય હીરાભાઈ સોલંકીનો આભાર વ્યક્ત કર્યો કે સાચા અર્થમાં જનપ્રતિનિધિ તરીકે તેઓ ખેડૂતોની વહારે આવ્યા.