રાજકોટ – લોધીકા ઘટક ખાતે આંગણવાડીકક્ષાએ રંગોળી સ્પર્ધા યોજાયા બાદ તાલુકા લેવલ ઉપર ૧૦ રંગોળી પસંદ કરી રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જે પૈકી શ્રેષ્ઠ ત્રણ રંગોળીનું સિલેક્શન કરી તેમને ઇનામ વિતરણ કરાયુ હતું. રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો તે કિશોરીઓને પણ ઇનામ વિતરણ કરી ઉત્સાહ વધારવામાં આવેલો હતો.
- Advertisement -
આ પ્રસંગે મહિલા અને બાળ સમિતિના સભ્ય અલ્પાબેન મુકેશભાઈ તોગડીયા, તાલુકાના કારોબારી ચેરમેન ઘનશ્યામભાઈ ભુવા, મુકેશભાઈ કમાણી, તાલુકા પંચાયત સદસ્ય ઉમેશભાઈ દેસાઈ, તાલુકા શિક્ષણ અધિકારી ઝાલાબેન, બાળ વિકાસ યોજના અધિકારી પી.વી.ઓઝા ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર સ્પર્ધા પ્રોગ્રામ ઓફિસર જિજ્ઞાસાબેન દવેના માર્ગદર્શન હેઠળ યોજાઇ હતી.