બહેન રિદ્ધિમાએ ખાસ અંદાજમાં કર્યું વિશ
આલિયા સાથે જોધપુરમાં કરશે બર્થડે સેલિબ્રેટ
- Advertisement -
એક્ટર રણબીર કપૂર 28 સપ્ટેમ્બરે એટલે કે આજે 39મો બર્થડે સેલિબ્રેટ કરી રહ્યા છે. આ સ્પેશ્યલ ડે પર રણબીરની બહેન રિદ્ધિમા કપૂર સાહનીએ ભાઈની સાથે કેટલાક થ્રોબેક ફોટોઝ શેર કરીને તેને વિશ કર્યું છે. રિદ્ધિમાએ એક ફેમિલિ ફોટો શેર કર્યો છે જેમાં તેમની માતા નીતૂ કપૂર, દીકરી સમાયરા અને રણબીરની ગર્લફ્રેન્ડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પણ જોવા મળી રહી છે.
રિદ્ધિમાએ ફોટો શેર કરવાની સાથે લખ્યું આવું
- Advertisement -
રણબીર સાથેના આ ફોટોને શેર કરીને રિદ્ધિમાએ ભાઈને એક ખાસ નિકનેમ આપ્યું. તેણે લખ્યું કે મારા રોકસ્ટાર ભાઈને, તને જન્મદિવસની ઘણી શુભકામનાઓ. અમે તને ખૂબ પ્રેમ કરીએ છીએ. આ સાથે રિદ્ધિમાએ ભાઈના વખાણ કરતાં ટેગ કરીને લખ્યું કે #youngerbutwiser એટલે કે તેનાથી ઉંમરમાં નાનો છે પણ સમજદાર છે.
રણબીરના રિલેટિવનો પણ બર્થડે
રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરી પર પણ રણબીરની સાથે અનેક ફોટો શેર કર્યા છે. જેમાં એક્ટર બર્થડે કેપ પહેરેલા જોવા મળી રહ્યા છે. 28 સપ્ટેમ્બરે રણબીરની ફોઈ રીમા જૈનનો પણ જન્મદિવસ છે. રિદ્ધિમાએ રીમા જૈનની સાથે પણ ફોટો શેર કરીને તેમને પણ વિશ કર્યું છે.
ગયા વર્ષે પણ આલિયા અને પરિવાર સાથે મનાવ્યો હતો જન્મદિવસ
ગયા વર્ષે પણ રણબીરે પોતાનો બર્થડે ફેમિલિ સાથે મનાવ્યો અને આલિયાએ રણબીરના બર્થડેના ફોટો શેર કર્યા હતા જેમાં એક્ટર પોતાની માતા નીતૂ કપૂર અને બહેન રિદ્ધિમા કપૂર સાહનીની સાથે લંચ કરતા જોવા મળી રહ્યા છે. તો આલિયાની સાથે તે 2 બર્થ ડે કેકની સાથે પોઝ આપતા જોવા મળી રહ્યા છે.
બર્થડેના એક દિવસ પહેલા જોધપુર પહોંચ્યા રણબીર
ઉલ્લેખનીય છે કે રણબીર કપૂર બર્થડેના એક દિવસ પહેલા ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટની સાથે જોધપુર નીકળી ગયા હતા. જોધપુર એરપોર્ટથી બંને સેલેબ્સના ફોટો વાયરલ થયા હતા. આ સાથે લોકોએ અંદાજ લગાવ્યો કે રણબીરના બર્થડેને ખાસ રીતે આલિયા સાથે ઉજવવા તેઓ અહીં પહોંચ્યા છે. અન્ય એક ચર્ચા એ પણ છે કે તેઓ જોધપુરમાં પોતાના વેડિંગ વેન્યૂની શોધમાં આવ્યા છે.
રણબીર કપૂરની પહેલી ફિલ્મ ‘સાંવરિયા’ ભલે મોટા પડદા પર ફ્લોપ રહી હોય, પરંતુ તેણે પોતાની પહેલી જ ફિલ્મથી લોકોના દિલમાં જગ્યા બનાવી. આજના યુગમાં રણબીર કપૂર દરેક દિગ્દર્શક નિર્માતાની પસંદગી છે. તેમનો જન્મ ઋષિ કપૂર અને નીતુ કપૂરના ઘરે થયો હતો.તે બોલિવૂડના સૌથી જૂના અને પ્રખ્યાત પરિવાર કપૂર પરિવારની ચોથી પેઢી છે. કપૂર પરિવારનું નામ ભલે રણબીર કપૂર સાથે જોડાયેલું હોય, પરંતુ તેણે પોતાની શાનદાર અભિનયથી કરોડો લોકોના દિલ જીતી લીધા.
રણબીર કપૂરે મુંબઈથી અભ્યાસ કર્યો છે
રણબીર કપૂરે પોતાનો અભ્યાસ મુંબઈથી જ પૂરો કર્યો છે. જોકે રણબીરે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે નાનો હતો ત્યારે તેને અભ્યાસ કરવામાં મન જરા પણ લાગતું ન હતું. રણબીર કપૂરે દક્ષિણ મુંબઈના માહિમમાં બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. જ્યારે રણબીરે 10 મું પાસ કર્યું ત્યારે તેની દાદી કૃષ્ણરાજ કપૂરે ઘરે પાર્ટી આપી હતી. જેમાં અનેક સ્ટાર્સે ભાગ લીધો હતો. આપને જણાવી દઈએ કે રણબીરે ખુલાસો કર્યો હતો કે તેણે કપૂર પરિવારમાં સૌથી વધુ અભ્યાસ કર્યો છે.
ઐશ્વર્યા રાય સાથે જૂઠું બોલ્યું
ઐશ્વર્યા રાયે ખુદ ધ કપિલ શર્મા શોમાં ખુલાસો કર્યો હતો કે રણબીર કપૂર જ્યારે ઐશ્વર્યા રાય સાથે દસમા ધોરણમાં હતો ત્યારે ખોટું બોલ્યો હતો. ખરેખર, 54.3% રણબીરની 10 માં આવ્યા હતા. પરંતુ રણબીરે ઐશ્વર્યા રાયને 65%કહ્યું હતું. ઐશ્વર્યા રાયે જણાવ્યું હતું કે તે સમયે રણબીરે તેને કહ્યું હતું કે દરેક જણ આ સંખ્યામાં જ ખુશ છે.
ઈમરાન ખાનની પત્ની અવંતિકાને કરી ચુક્યો છે ડેટ
રણબીર કપૂરે બોલીવુડમાં પ્રવેશ કરતા પહેલા ઇમરાન ખાનની પત્ની અવંતિકા મલિકને ડેટ કરી હતી. જોકે આ બાબત ઘણી જૂની છે, જ્યારે બંને એકદમ નાના હતા, તે સમય દરમિયાન બંનેએ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અવંતિકા પર રણબીરને જોરદાર ક્રશ હતો. અવંતિકાએ ટીવી સિરિયલ ‘જસ્ટ મોહબ્બત’માં બાળ કલાકાર તરીકે કામ કર્યું છે. રણબીરને અવંતિકા એટલી ગમી કે તે આ ટીવી શોના સેટ પર દરરોજ તેની મુલાકાત લેતો હતો. સમાચાર અનુસાર, બંનેએ લગભગ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા.
આ અભિનેત્રીઓ સાથે કરી ચુક્યો છે અફેર
રણબીર કપૂરને બોલિવૂડનો ચોકલેટ બોય કહેવામાં આવે છે. દીપિકા પાદુકોણથી લઈને કેટરીના કૈફ સુધી તેણે ઘણી અભિનેત્રીઓને ડેટ કરી હતી. રણબીર કપૂરનું નામ બોલિવૂડની ઘણી સુંદરીઓ સાથે પણ જોડાયેલું છે. જેમાં તેનું નામ પ્રિયંકા ચોપરા, નરગીસ ફખરી, સોનમ કપૂર સહિત અનેક સ્ટાર્સ સાથે જોડાયેલું છે. રણબીર કપૂર હાલમાં આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે.
આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે શરૂઆત કરી
તેણે અમિતાભ બચ્ચન અને રાની મુખર્જીની ફિલ્મ ‘બ્લેક’માં સંજય લીલા ભણસાલીની મદદ કરી હતી. રણબીર કપૂરે વર્ષ 2007 માં સંજય લીલા ભણસાલીની સાવરિયાથી અભિનેતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. સાવરિયા બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ. ‘સાંવરિયા’, ‘અજબ પ્રેમ કી ગઝબ કહાની’, ‘રોકસ્ટાર’ અને ‘બરફી’ પછી રણબીર કપૂરે સાબિત કર્યું કે તે એક પ્રતિભાશાળી કલાકાર છે.