– બાળકો-વૃધ્ધોને મફતમાં ‘આદિપુરૂષ’ દેખાડશે
પ્રભાસ અને ક્રિતી સેનનની ફિલ્મ ‘આદિપુરૂષ’ની રીલીઝને હવે માંડ અઠવાડીયુ બાકી રહ્યું છે.500 કરોડથી વધુના બજેટમાં બનેલી આ ફિલ્મનાં પ્રમોશનમાં કોઈ કસર રખાઈ નથી હવે ફીલ્મના એડવાન્સ બુકીંગને હાઉસફુલ કરવાના પ્રયાસ પણ શરૂ થઈ ગયા છે.રણબીરકપુર અને ધ કાશ્મીર ફાઈલ્સનાં પ્રોડયુસર ‘આદિપુરૂષ’ની 10-10 હજાર ટીકીટસ બુક કરવાના છે. આ તમામ ટિકીટસ તેલંગાણાના બાળકો અને વૃદ્ધને મફત વહેંચવામાં આવશે.
- Advertisement -
ધ કાશ્મીર ફાઈલ્સ અને કાર્તિકેય 2 નાં પ્રોડયુસર અભિષેક અગ્રવાલે જાહેરાત કરી હતી કે, પ્રભુ શ્રી રામ પ્રત્યેની ભકિતમાં તેઓ તેલંગાણાના વિવિધ વિસ્તારોમાં આદિપુરૂષની 10 હજાર ટિકીટસ વહેંચશે ત્યારબાદ રણબીર કપુરે પણ ભગવાન રામના નામે 10 હજાર ટિકીટસ ખરીદી વંચીત બાળકોને ફિલ્મ બતાવવાની જાહેરાત કરી છે. અભિષેક અગ્રવાલ દ્વારા અનાથાશ્રમ, સરકારી શાળા તથા વૃદ્ધાશ્રમોમાં 10 હજાર ટીકીટ વહેંચવામાં આવશે.
ઓમ રાઉતે ડાયરેકટ કરેલી આ ફિલ્મમાં સૈફઅલીખાને રાવણનો રોલ કર્યો છે. તેમની સાથે સન્ની સીંગ, દેવદત્ત નાગે, વત્સલ શેઠ પણ મહત્વની ભુમિકામાં છે.16 મી જુલાઈએ આ ફિલ્મને હિન્દી ઉપરાંત તમીલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ કરવામાં આવશે.