ક્રિસમસના તહેવાર પર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પોતાની દીકરી રાહા કપૂરનો ચહેરો દુનિયાને બતાવ્યો છે
બોલિવૂડ સેલિબ્રિટીઓના બાળકો ઘણીવાર પેપ્સની ફ્લેશલાઈટનો શિકાર બનતા હોય છે. તેમની સાથે જોડાયેલી દરેક બાબત ચર્ચાનો વિષય બની જાય છે. પેપ્સ મોટે ભાગે દરેક જગ્યાએ સેલેબ્સને ફોલો કરે છે અને તેમના ફોટા લેવા અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવાનો ખૂબ પ્રયાસ કરવામાં આવે છે. જો કે, ઘણા એવા સેલેબ્સ છે જેઓ તેમના બાળકોને કેમેરાથી છુપાવવા માંગે છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે પણ શરૂઆતમાં આવું જ કર્યું હતું. પરંતુ હવે બંનેએ પોતાની દીકરી રાહાનો ચહેરો બતાવ્યો છે. ક્રિસમસના અવસર પર આ કપલે દીકરી રાહા કપૂરનો ચહેરો દુનિયા સમક્ષ રજૂ કર્યો છે. ચાલો જોઈએ રાહાની ક્યૂટનેસ
- Advertisement -
View this post on Instagram
- Advertisement -
ચાહકો રાહાના વખાણ કરી રહ્યા છે
રાહાનો ચહેરો જોઈ ચાહકો ખૂબ જ વખાણ કરી રહ્યાં છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે કમોન્ટમાં લખ્યું છે કે, બિલકુલ ઋષિ કપૂર જેવી લાગે છે, તો બીજી એક પીકેએસ નામના યુઝરે લખ્યું કે, રાજ કપૂર જેવો ફેસ છે. સોનું નામના યુઝરે લખ્યું છે કે, ખૂબ પ્રેમાણ છે.