અત્યાર સુધી રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નને લઈને અનેક અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે તેમના લગ્નના સમાચારને સમર્થન મળ્યું છે. આલિયાના કાકા રોબિન ભટ્ટે લગ્નના સમાચારની પુષ્ટિ કરી છે. એક ન્યૂઝ પોર્ટલના અહેવાલ મુજબ, કપલ 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. આલિયાના અંકલ રોબિન બોલિવૂડના જાણીતા લેખક છે અને મહેશ ભટ્ટના ભાઈ પણ છે. ન્યૂઝ પોર્ટલ સાથે વાત કરતાં તેણે જણાવ્યું કે આ કપલ લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યું છે. લગ્ન સમારોહ ચાર દિવસ સુધી ચાલશે.
- Advertisement -
રણબીર-આલિયા 14 એપ્રિલે લગ્નના બંધનમાં બંધાશે. આના બે દિવસ પહેલા જ બંનેના ઘરે લગ્નની વિધિઓ શરૂ થઈ જશે. અહેવાલો અનુસાર, કપલના લગ્ન ખૂબ જ ખાનગી રાખવામાં આવશે, જેથી ફોટો લીક ન થાય. લગ્ન બાદ રણબીર-આલિયાનું રિસેપ્શન સાંતાક્રુઝની ગ્રાન્ડ હયાત હોટલમાં યોજાશે. રિપોર્ટ્સ અનુસાર રણબીર-આલિયા લગ્ન પછી હનીમૂન પર નહીં જાય. આ દિવસોમાં બંને તેમના ફિલ્મ પ્રોજેક્ટ્સમાં ખૂબ જ વ્યસ્ત છે અને આ કારણે બંને લગ્ન પછી કામ પર પાછા ફરશે.
ક્રિશ્ના રાજ બંગલોને ડેકોરેટ કરવામાં આવ્યો
- Advertisement -
ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે જ્યારે ફોટોગ્રાફર્સે નીતુ સિંહને દીકરાના લગ્ન અંગે સવાલ કર્યો હતો તેમણે કહ્યું હતું, ‘કોના લગ્ન? ભગવાન જાણે. મહેશ ભટ્ટના ભાઈ મુકેશ ભટ્ટે કહ્યું હતું કે સોની રાઝદાને તેમને લગ્ન અંગે કંઈ પણ કહેવાની ના પાડી છે. જ્યારે મહેશ ભટ્ટના બીજા ભાઈ રોબિન ભટ્ટે લગ્ન અંગે પુષ્ટિ કરી હતી. આલિયાના ભાઈ રાહુલે પણ લગ્નમાં કઈ રીતે સિક્યોરિટી રાખવામાં આવશે તે અંગે વાત કરી હતી.
રાહુલ ભટ્ટે કહ્યું હતું કે આલિયા-રણબીરના લગ્નમાં યુસુફ ભાઈને સિક્યોરિટીની જવાબદારી આપવામાં આવી છે. મુંબઈમાં તે સિક્યોરિટી ફોર્સ ‘9/11’ ચલાવે છે. લગ્નમાં આ જ એજન્સીને હાયર કરવામાં આવી છે. આ એજન્સીમાંથી 200 બાઉન્સર્સને બોલાવવામાં આવ્યા છે. રાહુલની પોતાની ટીમના પણ 10 લોકો સિક્યોરિટી માટે જશે.
આલિયા ભટ્ટના કાકાએ કપલના લગ્નના સમાચારની પુષ્ટિ કરતા કહ્યું કે તેમને લગ્ન માટે આમંત્રણ પણ મળ્યું છે. તે મુજબ બોલિવૂડનું ‘પાવર કપલ’ આવતા અઠવાડિયે લગ્નના બંધનમાં બંધાશે. બંનેના ફેન્સ તેમના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જ્યારથી આલિયા-રણબીરના લગ્નની ચર્ચાઓ શરૂ થઈ છે ત્યારથી સોશિયલ મીડિયા પર કપલના વીડિયો અને ફોટા વાયરલ થઈ રહ્યા છે.મમ્મી નીતુ કપૂરે પણ પુત્ર રણબીરના લગ્નની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે અને હવે તે પુત્રવધૂ આલિયાના સ્વાગત માટે તૈયાર છે. નીતુ કપૂરે પ્રખ્યાત ડિઝાઈનર મનીષ મલ્હોત્રાના સ્ટોરમાંથી પોતાના માટે પોશાક પસંદ કર્યા છે.
રાહુલે આગળ કહ્યું હતું કે સિક્યોરિટી ગાર્ડ્સ માટે એક્ટરના પરિવાર તરફથી ખાસ રિક્વાયરમેન્ટ મૂકવામાં આવી છે. તેમની ઈચ્છા છે કે સિક્યોરિટી ગાર્ડ્સની પર્સનાલિટી સારી હોવી જોઈએ, તે પ્રભાવશાળી લાગવા જોઈએ, ડિપ્લોમેટિક હોય, અંગ્રેજી બોલી શકે, બહુ જ વિનમ્ર સ્વભાવ હોય અને નોન-સ્મોકર હોય તે જરૂરી છે.
રાહુલે કહ્યું હતું કે સિક્યોરિટી ગાર્ડ્સ RK હાઉસ તથા વાસ્તુ અપાર્ટમેન્ટમાં મૂકવામાં આવશે. ડ્રોનના કાઉન્ટમેજર્સ પણ લેવામાં આવ્યા છે. ગેસ્ટની સાથે એક રોવિંગ પેટ્રોલ ઓફિસર રાખવામાં આવશે. સિક્યોરિટી અંગે સઘન પ્લાનિંગ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે 1980માં સ્વ. રિશી કપૂર તથા નીતુ સિંહે મુંબઈના બાંદ્રા પાલી હિલ સ્થિત ક્રિશ્ના રાજ બંગલો ખરીદ્યો હતો. આ બંગલામાં રિશી-નીતુ બંને સંતાનો રણબીર તથા રિદ્ધિમા સાથે 35 વર્ષથી પણ વધુ સમય રહ્યા હતા. જોકે, પછી રિશી-નીતુએ આ બંગલો તોડીને ત્યાં 15 માળની બિલ્ડિંગ બાંધવાનું નક્કી કર્યું હતું. છેલ્લાં છ વર્ષથી અહીંયા બિલ્ડિંગ બને છે. લગ્ન બાદ રણબીર-આલિયા અહીંયા પૂજા કરશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર તથા પ્રથમ છ માળ માત્ર કાર પાર્કિંગના રહેશે. અહીંયા કપૂરની 45 કાર્સ પાર્ક થઈ શકશે. ઉપરના માળે લક્ઝૂરિયસ અપાર્ટમેન્ટ રહેશે, જેમાં બે ટ્રિપ્લેક્સ તથા 4 નાના ફ્લેટ છે. સાતમા માળે બે ફ્લેટ રહેશે, જે 1100 તથા 2000 સ્કેવર ફૂટના હશે. આઠમા માળે 1100 તથા 930 સ્કેવર ફૂટ ના બે ફ્લેટ હશે. 9મા, 10મા તથા 11મા માળે ટ્રિપ્લેક્સ હશે અને તે અંદાજે 4500 સ્કેવર ફૂટના હશે. 12, 13 તથા 14મા માળે પણ ટ્રિપ્લેક્સ હશે. ઓપન સ્વિમિંગ પૂલ, ટેરેસ તથા લૉન્જ પણ છે.
રણબીર-આલિયાએ ભલે લગ્ન અંગે હજી સુધી કોઈ કન્ફર્મેશન ના આપ્યું હોય, પરંતુ આલિયાના કાકા રોબિન ભટ્ટે લગ્ન 17 એપ્રિલે હોવાની વાત કહી હતી. લગ્નને હવે માંડ 7 દિવસની વાર છે. ત્યારે ક્રિશ્ના રાજ બંગલોને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. રણબીર કપૂરે પોતાના ફ્લેટ વાસ્તુના બેંક્વેટ હોલને 8 દિવસ માટે બુક કર્યો છે. માનવામાં આવે છે કે રણબીર-આલિયા ચેમ્બુર સ્થિત RK હાઉસમાં લગ્ન કરવાના છે.