ખાસ-ખબર ન્યૂઝ રાણાવાવ
રાણાવાવ વિનયન કોલેજ પાસે આવેલા અંડર બ્રિજના નજીક છેલ્લા 3 મહિનાથી સતત વહેતા પાણીની સમસ્યાએ રોડ પર મોટું નાળું ઊભું કરી દીધું છે. આ નાળાની આસપાસ અને રોડ પર અનેક મસમોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહનચાલકોને દિન પ્રતિદિન ગેરસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે. જીલ્લા યુવા ભાજપ મહામંત્રી જગદીશ બાપોદરાએ જિલ્લા કલેકટરને આ સમસ્યા કાયમ માટે સમાધાન કરવા તાત્કાલિક રૂૂપે રજૂઆત કરવામાં આવી છે.
નાલા અને ખાડાઓના કારણે અકસ્માતની સંભાવનાઓ સતત વધી રહી છે, અને રાણાવાવથી ભૌદ અને મોકર સુધીની મુસાફરી કરનારા વાહનચાલકોના વાહનો અવારનવાર આ ખાડામાં ફસાઈ જાય છે, જેને કારણે રોડ પર વાહન ચાલકોએ અન્ય રસ્તાઓ પર વળવું પડી રહ્યું છે. અસહ્ય બની ગયેલી આ પરિસ્થિતિને કારણે સ્થાનિક લોકો અને વાહન ચાલકો માટે પરિસ્થિતિ વધુ ખતરનાક બની રહી છે. ખાડા ઉપરાંત, રોજબરોજ રોડ પરથી પસાર થવું મુશ્ર્કેલ બન્યું છે, અને સાંકડી સાઇડ માર્જિન પર વાહનો પાર કરવી પડતી હોવાના કારણે અકસ્માતોની ઘટનામાં વધારો થયો છે.
- Advertisement -
આ સમસ્યાને દૂર કરવા માટે યુવા ભાજપના અગ્રણીએ તાત્કાલિક સમારકામની માંગણી કરી છે, અને હકારાત્મક પ્રતિસાદ માટે કલેકટરને રજૂઆત કરી છે.