ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.30
રાણાવાવ અને કુતિયાણા પાલિકાની ચૂંટણીઓ માટે ઉમેદવારોની પડાપડી શરૂ થઈ ગઈ છે. ચૂંટણીની જાહેરાત થતા જ બંને શહેરોમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. માત્ર બે દિવસમાં રાણાવાવમાં 41 અને કુતિયાણામાં 56 ફોર્મ ઉપડ્યા છે, જે સંખ્યા આગામી દિવસોમાં વધવાની સંભાવના છે. ચૂંટણીની ટર્મ 24 ફેબ્રુઆરી 2023એ પૂર્ણ થઈ હતી, ત્યારથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. હવે નવી પાલિકા માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે અને 18 ફેબ્રુઆરીએ મતગણતરી થશે. તે પહેલાં, 1 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે અને 3 ફેબ્રુઆરીએ ફોર્મ ચકાસણી થશે.
ચૂંટણી જોતાં આ વખતે પણ રાણાવાવ અને કુતિયાણામાં રાજકીય હલચલ શરુ થઈ ગઈ છે. ખાસ કરીને બીજેપી અને સમાજવાદી પાર્ટી વધુ સક્રિય દેખાઈ રહી છે. આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર અને પક્ષોની રણનીતિ વધુ તીવ્ર બનશે.
પાર્ટીવાર ફોર્મની સંખ્યા
- Advertisement -
રાણાવાવ પાલિકા: કુલ 41 ફોર્મ
સમાજવાદી પાર્ટી: 26
અપક્ષ: 10
કોંગ્રેસ: 4
બીજેપી: 1
કુતિયાણા પાલિકા: કુલ 56 ફોર્મ
બીજેપી: 50
અપક્ષ: 5
ગુજરાત કિસાન મજદૂર લોકશાહી પાર્ટી: 1