ખાસ-ખબર ન્યૂઝ તાલાલા, તા.7
ગીર સોમનાથ જિલ્લાના તાલાળા તાલુકાના જુદા જુદા 13 ગામોએ જંગલ વિસ્તારની જમીનમાંથી ગામતળ વધારવા સાર્વજનિક હેતુસર જંગલ ખાતા હસ્તકની જમીન મુક્ત કરવા ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવેલ છે.જે અન્વયે વન વિભાગ દ્વારા સંબંધિત ગ્રામ પંચાયતને જમીનનો ભરેલ કબજો સોંપવામાં આવેલ હોય, જેથી જે તે ગ્રામ્ય વિસ્તાર માટે શાળા, આંગણવાડી, હેલ્થ સેન્ટર, પંચાયત ઘર, કોમ્યુનિટી હોલ, સ્મશાન/કબ્રસ્તાન, પછાત લોકો માટેના પ્લોટ, પાણીની સુવિધા, વિગેરે સગવડતાઓ સદરહું નવા મંજૂર થયેલા ગામ તળના વિસ્તારમાં ઉભી કરવાની થતી હોય પરંતુ આ જમીનમાં ગેરકાયદેસર કબજાઓ તથા બાંધકામ થયેલ છે.
- Advertisement -
આ બાંધકામો તથા કબજાઓ દૂર કરવા જે તે ગામના હિત માટે જરૂરી હોય જેથી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરના નેતૃત્વમાં તાલાળા તાલુકાના રમરેચી ગામે ફોરેસ્ટ હસ્તકની જમીનમાંથી નવાગામ તળ તરીકે ફાળવવામાં આવેલ ગામતળમાં આવેલ જુદા જુદા 11 જેટલા દબાણો સ્થાનિક લોકોના પૂર્ણ સહયોગથી ખુલ્લા કરી આશરે 3400 ચો. મી. જેટલી સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે જેની અંદાજિત કિંમત 80 લાખ
થાય છે.