જળ બચાવો જીવન બચાવોના સુત્રના તંત્રના દાવા પોકળ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.26
- Advertisement -
જુનાગઢ એક તરફ તંત્ર દ્વારા જળ બચાવો જીવન બચાવોના સુત્ર સાથે લોકોને સલાહ આપે છે. તો બીજી તરફ શહેરની આસપાસ ધોરાજી રોડ, ઝાંઝરડા ચોકડી, ખમધ્રોલ ચોકડી સહીતના અનેક સંપમાં પાણીનો વેડફાટ થતા હોવાના દર્ષ્યો સામે આવ્યાં છે.
શહેરના અનેક વિસ્તારોમાં પીવાના પાણીના ફાફા છે અને લોકો વગર પાણીએ ટળવળે છે. અને પાણીના ટાંકા મંગાવી જીવન ગુજારવા મજબૂર છે ત્યારે શહેરની આસપાસના અનેક એવા સંપ આવેલા છે જેમાંથી રોજબરોજ હજારો લાખો લીટર પાણી વેડફાઇ રહ્યું છે. અને તંત્ર મુંગે મોઢે જોઈ રહ્યું છે. આ સંપ માંથી પાણી વહી રહ્યું છે. ત્યારે આસપાસના લોકો ભારે ગરમીમાં જાહેર સ્નાન કરતા જોવા મળે અને પીવાનું પાણી પણ ભરી જાય છે ત્યારે તંત્ર દ્વારા બુંદ બુંદ પાણી બચાવવાની વાતના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યાં છે.