-ચિન્મયાનંદ મહારાજ, દેવકીનંદન ઠાકુર, સાધ્વી ઋતંભરા સહિતના કથાકારો રામકથા રજુ કરશે
-રામકથા પાર્કમાં દેશના જાણીતા રામ કથાકારો રામના ગુણગાન ગાશે: 35 સ્થળો પર શ્રીરામ સાથે સંલગ્ન કાર્યક્રમો યોજાશે
- Advertisement -
અયોધ્યામાં રામ મંદિરનાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ તો 22 જાન્યુઆરીએ યોજાશે પણ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા જ અયોધ્યા નગરીમાં ઉત્સવ શરૂ થઈ જશે. જે 76 દિવસ સુધી ચાલશે.અહી રામકથા પાર્કમાં કાકભુશન્ડી મંચ પર 11 જાણીતા કથાકારો રામનું ગુણગાન કરશે.
આ જાણીકારી મુખ્ય સચીવ પર્યટન તેમજ સંસ્કૃતિ મુકેશકુમાર મેશ્રામે આપી છે. આ દરમ્યાન અયોધ્યામાં દેશ-વિદેશનાં 35 હજાર કલાકારોનો સાંસ્કૃતિક સમાગમ થશે. રોજના 500 કલાકારો પર્ફોમન્સથી માહોલને રામમય બનાવશે. આ સાંસ્કૃતિક કાર્યક્રમ મુખ્ય 35 સ્થળે યોજાશે.
#WATCH | Uttar Pradesh: Light and laser show organised at Surya Kund in Ayodhya. pic.twitter.com/eiZpBpL2ci
- Advertisement -
— ANI (@ANI) January 7, 2024
આ કથાવાચકો આવશે
અયોધ્યામાં રામોત્સવની શરૂઆત આઠ જાન્યુઆરીથી થશે. રામકથા અને પ્રવચન માટે લોકપ્રિય કથાવાચકોને આમંત્રીત કરવામાં આવ્યા છે. ચિન્મયાનંદબાપુજી મહારાજ, દેવકીનંદન ઠાકુરજી મહારાજ, ઋષિરાજ ત્રિપાઠીજી મહારાજ, સાધ્વી ઋતંભરા, મહંત રામ દિનેશાચાર્યજી મહારાજ, પંડીત ઋષિરાજ ત્રિપાઠીજી મહારાજ, ઉજજવલ સાંડીલ્યજી મહારાજ, કૃષ્ણ પ્રતાપ તિવારીજી મહારાજ, રામ હૃદયદાસજી મહારાજ, સંજીવ કૃષ્ણ ઠાકુરજી મહારાજ અને ચતુર નારાયણજી મહારાજનું એક એક સપ્તાહનું શિડયુલ તૈયાર કરાયું છે.
આ રીતે આ કથાઓ 24 માર્ચ સુધી ચાલશે. આ દરમ્યાન પુરૂષોતમ મંચ, સરયુ મંચ, ભરત મંચ, કાકભુશન્ડી મંચ,તુલસી મંચ,રામ કી પૈડી, ભજન સંધ્યા સ્થળ સાંસ્કૃતિક સંકુલ પ્રેક્ષાગૃહ, રામકથા પાર્ક અને તુલસી ઉદ્યાન,ઉપરાંત 25 અન્ય પૌરાણીક સ્થળો અને ચોક પર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થશે.
રાહુલ ભૂચર બનશે રામ, મમતા જૈન બનશે સીતા
અહી 17 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી રામકથા મંચનનો પ્લાન છે.બોલીવુડ સહીત દેશ-વિદેશનાં કલાકારો રામકથા પાર્કમાં રામલીલાની રજુઆતો કરશે.રામલીલા કમીટીનાં અધ્યક્ષ સુભાષ મલીક શનિવારે તેની તૈયારીને અંતીમ રૂપ આપવા માટે અયોધ્યા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે રામ અને મમતા જૈન સીતા બનશે.
કોમી એકતા સાથે કાશીથી રામજયોતિ અયોધ્યા પહોંચી
અયોધ્યામાં રામ જયોતિ લાવવા માટે મુસ્લીમ મહિલા ફાઉન્ડેશનની રાષ્ટ્રીય અધ્યક્ષ ડો.નાઝનીન અંસારી અને ભારતીય અવામ પાર્ટીની નેશનલ મુખીયા ડો.નજમા પરવીનની આગેવાનીમાં ટીમ શનિવારે અયોધ્યા પહોંચી હતી.