કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, ભાજપ અગ્રણી માવજીભાઈ ડોડિયા સહિતના અગ્રણીઓ વરણાંગીમાં જોડાયા
દર્શનાર્થે આવતા ભાવિકો માટે જયેશભાઈ રાજપૂત અને અજયભાઈ રાજપૂત તરફથી પ્રસાદનું આયોજન કરાયું હતું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
શ્રાવણ માસના અંતિમ સોમવારે રામનાથ દાદાની ભવ્ય વરણાંગી નીકળી હતી. છેલ્લા 98 વર્ષથી આ પરંપરા યથાવત છે. ત્યારે 99મી વરણાંગી રામનાથપરા મેઇન રોડ, કોઠારીયા નાકા, સોની બજાર, કંસારા બજાર, પરાબજાર, ધર્મેન્દ્ર રોડ, સાંગણવા ચોક, કરણપરા ચોક સહિતના વિસ્તારોમાંથી નીકળી હતી. વરણાંગી નીકળતા હજ્જારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા. આ વરણાંગીમાં કર્ણાટકના પૂર્વ ગવર્નર વજુભાઈ વાળા, ભાજપ અગ્રણી માવજીભાઈ ડોડિયા, પૂર્વ કોર્પોરેટર રણજીતભાઈ ડોડિયા, મનોજભાઈ ડોડિયા, કોર્પોરેટર નેહલ શુક્લ, દેવાંગ માંકડ, એડવોકેટ અનીલ દેસાઈ, ધીરૂભાઈ ડોડિયા, મેયર પ્રદિપ ડવ, ભાજપ અગ્રણી ધનસુખ ભંડેરી, ભાજપ યુવા મોરચાના સહદેવસિંહ ડોડિયા, ચમનભાઈ સિંધવ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ જયુભાઈ રાઠોડ, અમિતભાઈ રાઠોડ, હર્નીશભાઈ પરમાર, ગોપાલભાઈ પરમાર, પરેશભાઈ ઠાકર, અરૂણસિંહ સોલંકી, સંદિપસિંહ ડોડિયા સહિતના લોકો જોડાયા હતા.
- Advertisement -
આ વરણાગી યાત્રા પાછળનો ઇતિહાસ પણ અનેરો છે. આજથી 99 વર્ષ પહેલા રાજકોટમાં પ્લેગ નામની મહામારીએ પગપેસારો કર્યો હતો. અને તેને કાબુમાં લેવાનુ મુશ્કેલ બની ગયુ હતુ. એવામાં રાજકોટનાં મહારાજ લાખાજીરાજ બાપુએ 450 વર્ષનો ઇતિહાસ ધરાવતા સ્વયંભુ રામનાથ મહાદેવની પૂજા- અર્ચના કરી હતી.
છેલ્લા 25 વર્ષથી પ્રસાદનું ભગીરથ આયોજન
રામનાથ મહાદેવની વરણાંગી નીકળે તે સમયે દર્શનાર્થે આવતા ભાવિકો માટે પૂર્વ કોર્પોરેટર અજય રાજપૂત અને જયેશ રાજપૂત ફરાળનું ભગીરથ આયોજન કરે છે. રામનાથ દાદાના દર્શન માટે આવતા તમામ શ્રદ્ધાળોને પ્રસાદમાં પેટીસ આપવામાં આવે છે.