રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રામનાથપરા મુક્તિધામ ખાતે વિશેષ સુવિધા માટે રામનાથપરા શેરી નં.૧૮માં આવેલ મુક્તિધામનો બીજો ગેઈટ આજથી ખોલવામાં આવેલ છે. આ બીજા ગેઈટથી Non Covid / Non-suspect બોડી અંતિમ સંસ્કાર માટે મુક્તિધામમાં લઈ જવામાં આવશે.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રામનાથપરા શેરી નં.૧૮, શ્રીમદ રાજચંદ્રજી સમાધિ સ્થાનવાળી શેરી ખાતે અગાઉ બંધ રહેતો મુક્તિધામનો ગેઈટ આજથી શરૂ કરવામાં આવેલ છે. આ કામે જરૂરી સિવિલ વર્ક તથા અંતિમ વિસામાનો ઓટો પણ ગેઈટ પાસે તૈયારી કરી આપવામાં આવેલ છે. અને આજથી Non Covid / Non-suspect બોડી આ બીજા ગેઈટથી લાવવાનું શરૂ કરવામાં આવેલ છે. ઉપરાંત રામનાથપરા મુક્તિધામના મુખ્ય ગેઈટથી હવે Covid / Covid Suspect બોડી સીધી ઈલેક્ટ્રીક સ્મશાન ખાતે લઈ જઈ શકાય તે મુજબ વ્યવસ્થા કરવામાં આવેલ છે.