ઈસ્વી 1527- 28માં બાબરના સેનાપતિએ અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર તોડ્યું હતું પંડિત દેવી દિન પાંડે પોતાના નેતૃત્વમાં યુદ્ધ રૂપે તેના સૌ પ્રથમ વિરોધ કર્યો ત્યારથી લઈને આજ સુધી 77 થી અધિક યુદ્ધ અને સેકડો અથડામણ હુલ્લડ આ મુદ્દે થઈ જગ્યા છે જેમાં લાખો કાર સેવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. આ પવિત્ર સ્થળે ગરિમા નો રક્ષણ કરવા ગુરુ ગોવિંદસિંહ મહારાજ મહારાણી રાજકુંવર સહિતની કેટલી એ વિભૂતિઓએ ભીષણ સંઘર્ષ કર્યો છે!
– ભગવાન શ્રીરામનો જન્મ ઈસુના 5114 પૂર્વે, એટલે કે આજથી સાત હજાર સાડત્રીસ વર્ષ પહેલાં હાલના આપણાં ઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં થયો હતો. જૈન ધર્મના પ્રથન તીર્થંકર ઋષભદેવનો જન્મ પણ આ જ અયોધ્યાના થયો હતો. આક્રમણખોરોના ધસી આવ્યા પહેલા અહી હિંદુ, જૈન અને બૌદ્ધ ધર્મના સેંકડો મંદિર અને સ્તૂપ હતા.
– તથ્યો એ વાત સ્પષ્ટ કરે છે કે વિદેશી આક્રમણખોર બાબરના હુકમથી ઇસ્વી 1527- 28 દરમિયાન રામ જન્મભૂમિ પર નિર્માણ કરવામાં આવેલા ભવ્ય રામ મંદિરને તોડીને ત્યાં એક મસ્જિદ ઊભી કરી દેવામાં આવી. સમય જતાં બાબરના નામ પરથી જ આ મસ્જિદનું નામ બાબરી મસ્જિદ રાખવામાં આવ્યું.
– જ્યારે આ ભવ્ય રામ મંદિરનો નાશ કરવામાં આવી રહ્યો હતો ત્યારે જન્મભૂમિ મંદિર પર સિદ્ધ મહાત્મા શ્યમાનંદનજી મહારાજનો અધિકાર હતો. તે સમયે ભીટીના રાજા મહતાબ સિંહ બદ્રીનારાયણે મંદિરને બચાવવા બાબતની સેના સામે યુદ્ધ ખેલ્યું હતું. કેટલાયે દિવસો સુધી આ યુદ્ધ ચાલ્યું અને તેમાં આપણાં હજારો વીર સૈનિકો શહીદ થયા.
– ઇતિહાસકાર કનિંધમે પોતાના “લખનઉ ગેઝેટ”ના 66માં અંકના 3જા પાના પર નોંધ્યું છે કે, 1, 74, 000 હિન્દુઓની લાશ પડ્યા પછી મીર બકી મંદિરનો નાશ કરવાના પોતાના અભિયાનમાં સફળતા પામ્યો.
– આ સમયે અયોધ્યાથી 6 માઇલના અંતરે આવેલા સનેથું નામના એક ગામના પં. દેવિદીન પાંડેએ તેની આસપાસ આવેલા સરાય,સિસિંડા, રાજેપુર વિગેરે ગામોમાં સૂર્યવંશી ક્ષત્રિયોને એકત્રિત કરી ફરીથી યુદ્ધ કર્યું પરંતુ હજારો હિન્દુ સૈનિકોના શહીદ થયા બાદ બાબર વધુ એક વખત સંગ્રામ જીતી ગયો.
- Advertisement -
મહારાજા રણવિજય સિંહે હજારો સૈનિકોને સાથે રાખી મિરબકીની વિશાળ સશસ્ત્ર સેનાથી રામલલ્લાને મુક્ત કરાવવા આક્રમણ તો કર્યું પરંતુ રામ જન્મભૂમિના રક્ષણાર્થે મહારાજા સહિત તમામ સૈનિકો યોદ્ધાઓ વીરગતિ પામ્યા!
– પાંડેજીના મૃત્યુના ફક્ત 15 જ દિવસ બાદ હંસવરના મહારાજા રણવિજય સિંહે હજારો સૈનિકોને સાથે રાખી મિરબકીની વિશાળ સશસ્ત્ર સેનાથી રામલલાને મુક્ત કરાવવા આક્રમણ તો કર્યું પરંતુ રામ જન્મભૂમિના રક્ષણાર્થે મહારાજા સહિત તમામ સૈનિકો યોદ્ધાઓ વીરગતિ પામ્યા!
– સ્વ. મહારાજા રણવિજય સિંહના પત્નિ રાણી જયરાજ કુમારી હંસવરે પોતાના પતિ વીરગતિ પામ્યા બાદ રામ જન્મભૂમિ રક્ષાના અભિયાનને આગળ વધારવાનું બીડું ઉઠાવ્યું અને 3000 સ્ત્રીઓની સેના સાથે તેઓએ આક્રમણખોરો પર હુમલો કરી દીધો અને હુમાયુના સમય સુધી તેઓએ છાપામારીનું યુદ્ધ ચાલુ રાખ્યું.
– સ્વામી મહેશ્વરાનંદજીએ સન્યાસીઓની એક ફોજ બનાવી. રાણી જયરાજ કુમારી હંસવરના નેતૃત્વ હેઠળ આ યુદ્ધ ચાલતું રહ્યું પરંતુ આ યુધ્ધમાં લડતા લડતા સ્વામી મહેશ્વરાનંદ અને રાણી જયરાજ કુમારી શહીદ થયા અને આમ રામ જન્મભૂમિ પર મોગલોનો કબ્જો રહ્યો.
– મોગલ શાસક અકબરને પોતાના કાળખંડમાં એ વાતનો અહેસાસ થયો કે કાયમી જેવું થઈ ગયેલું આ યુદ્ધ તેમના રાજ્યને નબળું પાડી રહ્યું છે, તેથી પોતાના સલાહકાર બીરબલ અને ટોડરમલની ભલામણ મુજબ ખસની ટટ્ટીનો ઉપયોગ કરી ત્યાંના ચબૂતરા પર 3 ફૂટનો એક મંદિર જેવો ઢાંચો ઊભો કર્યો. અકબરની આવી કૂટનીતિ કારણે ત્યાં મંદિર માટે લોહી વહેતું બંધ થયું અને આ સિલસિલો શાહજહાંના સમય સુધી ચાલુ રહ્યો.
– ત્યાર બાદ ઔરંગઝેબના કાળમાં આ પ્રદેશમાં ભયંકર દમન આચરી ઉત્તર ભારતમાંથી હિન્દુઓના સંપૂર્ણ સફાયાનો સંકલ્પ કરવામાં આવ્યો. તેણે અયોધ્યામાં લગભગ દસ વખત મંદિરોના વિનાશનું અભિયાવ હાથ ધરી શીના લગભગ તમામ મુખ્ય મંદિરો તોડી ફોડી નાખી ભગવાનની મૂર્તિઓ પણ નષ્ટ કરી નાખી. આ દરમિયાન સમર્થ ગુરુ રામદાસજી મહારાજના શિષ્ય શ્રી વૈષ્ણવદાસજીએ રામ જન્મભૂમિ ને મુક્ત કરાવવા 30 વખત આક્રમણ કર્યું.
– નાસિરુદ્દીન હૈદરના સમયમાં મકરહિના રાજાના નેતૃત્વ હેઠળ જન્મભૂમિ પુન: દેદીપ્યમાન કરવા હિન્દુઓ દ્વારા 3 આક્રમણ થયાં જેમાં ઘણી મોટી સંખ્યામાં હિન્દુઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ સંગ્રામમાં ભીટી, હંસવર, મકરહી, ખજુરહટ, દિયરા, અમેઠીના રાજા ગુરુદત્ત સિંહ વિગેરે શામેલ હતા. હિન્દુઓની વિવિધ સેનાને હારતી જોઈ તેનો સાથ આપવા ચીપિયાધારી બહાદુર સાધુઓની સેના આવી પહોંચી અને આ યુધ્ધમાં શાહી સેનાનો પરાજય થયો. આમ જન્મભૂમિ પર ફરી એક વખત હિન્દુઓનો કબ્જો થયો. જોકે તેના થોડા દિવસમાં જ શાહી સેનાએ ફરી યુદ્ધ ખેલી હજજારો રામભક્તોની હત્યા કરી જન્મભૂમિ પર પોતાના અધિકાર પ્રસ્થાપિત કર્યો.
– નવાબ વાજીદ અલી શાહના સમયમાં ફરીને હિન્દુઓએ સંગઠન રચી યુદ્ધ ખેલી જન્મભૂમિને મુક્ત કરાવવા પ્રયાસ કર્યો “ફૈઝાબાદ ગેઝેટીયર”માં ઇતિહાસકાર કલિન્દમ લખે છે કે આ સંગ્રામમાં ખૂબ જ ભયંકર ખુંવારી થઈ. બે દિવસ અને બે રાત ચાલ્યા યુદ્ધમાં સેંકડો હિન્દુઓએ પોતાનો જીવ ગુમાવ્ય અને શ્રી રામ જન્મભૂમિ પર ફરીને હિન્દુઓનો કબજો થયો. ઇતિહાસકાર કનિંધમ કહે છે હિન્દુ મુસ્લિમ વચ્ચેનો આ સહુથી વધુ ભયંકર વિગ્રહ હતો. હિન્દુઓનું સ્વપ્ન સાકાર થયું હતું અને ઔરંગઝેબ દ્વારા તોડી પાડવામાં આવેલ ચબૂતરાનું ફરીથી નિર્માણ કરવામાં આવ્યું. ચબૂતરા પર ખસની ટટ્ટીથી બનેલું ત્રણ ફૂટ ઊંચો રામ મંદિર ફરીથી તૈયાર કરવામાં આવ્યું તેમાં રામલલાની સ્થાપના કરવામાં આવી. જોકે ત્યાર પછીના મોગલ શાસકોએ ફરીથી તેના પર હુમલો કરી જન્મભૂમિ પર પોતાનો કબજો પરત મેળવ્યો હતો.5
– હિંદઓએ આરોપ મૂક્યો કે મંદિર ને તોડીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું છે, અને આમ 1853માં આ મુદ્દે હિન્દુ અને મુસ્લિમ વચ્ચે પહેલો જાહેર જન સંઘર્ષ થયો.
– ત્યારબાદ 1857ની ક્રાંતિમાં બહાદુર શાહ ઝફર ના સમયમાં બાબા રામચરણદાસે આમિર અલી નામના એક મૌલવી સાથે સુમેળ ઊભો કરી જન્મભૂમિના ઉદ્ધારનો પ્રયાસ કર્યો. પરંતુ અમુક કટરપંથી મુસ્લિમોને આ વાત મંજૂર ન હતી અને આમ તેના વિરોધના કારણે એક એવી સ્થિતિ આવી જેમાં 18મી માર્ચ 1858ના રોજ કુબેર ટીલા સ્થિત એક આમલીના ઝાડ પર આ બન્નેને અંગ્રેજોએ ફાંસી પર લટકાવી દીધા.
– આ મુદ્દે સતત ચાલતા સંઘર્ષના કારણે 1859માં અંગ્રેજ શાસકોએ આ સ્થળને વિવાદિત જાહેર કરી ત્યાં વાડ લગાવી દીધી અને પરિસરના અંદરના ભાગમાં મુસલમાનો નમાઝ પઢી શકશે અને બહારના ભાગમાં હિન્દુઓ પ્રાર્થના કરશે તેવી ગોઠવણ કરી.
– હિન્દુ મહંત રઘુવીર દાસે 19મી જાન્યુઆરી 1885ના રોજ સહુ પ્રથમ વખત આ મામલો ફૈઝાબાદના ન્યાયાધીશ પંડિત હરીકિશન સમક્ષ મૂક્યો. કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરવામાં આવી કે મસ્જિદના સ્થાને મંદિરનું નિર્માણ કરવામાં આવવું જોઈએ કારણ કે આ સ્થાન પ્રભુ શ્રીરામનું જન્મ સ્થલ કરી છે.
6ઠ્ઠી ડિસેમ્બર 1992 ના રોજ બાબરી ઢાંચો, ધ્વસ્ત કરી નાખવામાં આવ્યો
- Advertisement -
6ઠ્ઠી ડિસેમ્બર 1992ના રોજ જ્યારે વિવાદિત માળખું ધ્વસ્ત કરવામાં આવ્યું તે વખતે રાજ્યમાં કલ્યાણસિંહની સરકાર હતી. તે દિવસે સવારે 10-30 સુધીમાં તો હજારો લાખોની સંખ્યામાં કાર સેવકો અયોધ્યા પહોંચી આવ્યા બપોરે 12:00 વાગે કાર સેવકોનો એક મોટા જથ્થો બાબરી મસ્જિદની દિવાલ પર ચડવા લાગ્યો. લાખો લોકોના ઝુંડોને સંભાળવાનું કામ બહુ મુશ્કેલ હતું. તેવા સમયે બપોરે 3-40 મિનિટે લોકોના સમયે કહેવાથી મસ્જિદ નો પહેલો ગુંબજ તોડી નાખ્યો, અને પછી સાંજે પાંચ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી ત્યારે પૂરેપૂરો વિવાદિત ઢાંચો ધરાશાય કરી નાખવામાં આવ્યો. લોકો હોય તે વખતે ત્યાં પૂજા અર્ચના કરીને રામ શીલાની સ્થાપના કરી નાખી. પોલીસ અધિકારીઓ તમામલાની ગંભીરતા સમજી રહ્યા હતા પણ આ ગુંબજોની આસપાસ જમા થયેલા લોકોના ઝંડને રોકવાની કોઈનામાં હિંમત નહોતી. તત્કાલીન મુખ્યમંત્રી કલ્યાણસિંહ આદેશ હતો કે કોઈપણ સંજોગોમાં કાર સેવકો પર ગોળી ન ચલાવવામાં આવે!
– વર્ષ 1947માં ભારત સરકારે વિવાદિત સ્થળથી દૂર રહેવા માટે મુસ્લિમોને આદર્શ આપ્યો અને આ જગ્યાના મુખ્ય દ્વાર પર તાળું મારવામાં આવ્યું, પરંતુ તે સાથે જ હિન્દુઓને એક અલગ માર્ક થી તેમાં પ્રવેશવાની અનુમતિ આપવામાં આવી હતી..
ભ્ આ સમય દરમિયાન ચોકાવનારા સંજોગોમાં મસ્જિદની અંદરથી ભગવાન શ્રીરામની મૂર્તિઓ મળી આવી. લગાવો બાવે છે કે કેટલાક હિન્દુઓએ ચોરી છૂપીથી તે મૂર્તિઓ ત્યાં રાખી હતી. મુસ્લિમોએ આ વાતનો વિરોધ કર્યો અને બન્ને પક્ષોએ અદાલતમાં દાખલ કર્યો સરકારે આ સ્થળે વિવાદિત જાહેર કરી તેના પર તાળું લગાવી દીધુ.
– વિશ્વ હિન્દુ પરિષદના નેતૃત્વ હેઠળ 1984 માં કેટલાક હિન્દુઓએ ભગવાન શ્રીરામના જન્મ સ્થળને મુક્ત કરાવવા અને ત્યાં રામ મંદિરનું નિર્માણ કરવા માટે એક સમિતિની ની રચના કરી. જોકે તેના થોડા સમય બાદ જ આ સંપૂર્ણ અભિયાન નું નેતૃત્વ ભારતીય જનતા પક્ષના લાલકૃષ્ણ અડવાણીજીએ સાંભળ્યું.
– જિલ્લા મેજિસ્ટ્રેટે 1986માં હિન્દુઓને પ્રાર્થના કરવા માટે વિવાદિત મસ્જિદના તાળા ખોલવા આદેશ આપ્યો. મુસ્લિમ હોય તેના વિરોધમાં બાબરી મસ્જિદ સંઘર્ષ સમિતિની રચના કરી.
– વિશ્વ હિન્દુ પરિષદે 1989માં રામ મંદિર નિર્માણ માટેનું અભિયાન તે જ બનાવ્યું અને વિવાદિત સ્થળની નજીકમાં રામ મંદિરનો પાયો નાખ્યો. આજ વર્ષમાં અલ્હાબાદ ઉચ્ચ અદાલતે આદેશ આપ્યો કે વિવાદિત સ્થળના તાળા ખોલી નાખવામાં આવે અને આ જગ્યા હંમેશને માટે હિન્દુઓને સોંપી દેવામાં આવે.
– હજજારો રામભક્તોએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવે ઊભી કરેલી અડચણો પાર કરી 30મી ઓક્ટોબર 1990 ના રોજ અધ્યમાં પ્રવેશ કર્યો અને રેવાદાસ પદ માળખા પર ભગવો ધ્વજ લહેરાવી દીધો. 2જી નવેમ્બર 1990ના દિવસે મુલાયમસિંહ યાદવે કારસેવકો પર હું ગોળી ચલાવવાનો આદેશ આપ્યો અને સેંકડો રામભક્ત કારસેવકોએ પોતાના જીવ ગુમાવ્યા. સ્ત્રીઓનો કિનારો રામભક્તોની લાશથી ભરાઈ ગયો હતો. આ હત્યાકાંડ પછી એપ્રિલ 1991 માં મુલાયમસિંહ યાદવે રાજીનામું આપવું પડ્યુ!
– ત્યારબાદ લાખો કાર ભક્ત છઠ્ઠી ડિસેમ્બરે કાર સેવાના હેતુ સાથે અયોધ્યા પહોંચ્યા. 6ઠ્ઠી ડિસેમ્બર 1992 ના રોજ બાબરી ઢાંચો, દ્વસ્ત કરી રાખવામાં આવ્યો અને તેના પરિણામે દેશભરમાં તોફાનો ફાટી નીકળ્યા. આ મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતા અશોક સિંધલ, ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીજી, ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણસિંહ, મુરલી મનોહર જોશી અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતી સહિત 13 નેતાઓ સામે અપરાધિક ષડયંત્ર ઘડવાનો મુકદ્દમો ચલાવવા માટે માગણી કરવામાં આવી.