અભિનેત્રી દીપિકા ચિખલિયાએ અયોધ્યા પંહોચીને કર્યા રામલલાના દર્શન, કહ્યું -‘શ્રી રામના દર્શન કરીને મારું જીવન સફળ થયું. ‘ આ સાથે જ દીપિકાએ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ પણ કર્યા હતા
લોકો હજુ પણ રામાનંદ સાગરના પ્રખ્યાત ધાર્મિક શો રામાયણને ભૂલ્યા નથી. એ સિરિયલમાં દરેક પાત્ર ભજવનાર એકટર-એક્ટ્રેસ આજે પણ ઘર ઘરમાં ફેમસ છે અને આજે પણ એ કલાકારોને દર્શકો ભગવાનનો દરજ્જો આપે છે. નોંધનીય છે કે શો માં રામ, સીતા અને લક્ષ્મણની ભૂમિકા ભજવનાર કલાકારો ચાહકો વચ્ચે ચર્ચામાં રહે છે. આ બધા વચ્ચે હાલ માતા સીતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકા ચિખલિયા રામલલાના દર્શન કરવા અયોધ્યા પહોંચી હતી. એમની એ તસવીરો ખૂબ વાયરલ થઈ રહી છે, સાથે જ એ વાયરલ થયેલ તસવીરોમાં જોઈ શકાય છે કે દીપિકા ભગવાન રામને જોઈને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
- Advertisement -
માતા સીતા ભગવાન શ્રીરામના દર્શન કરવા અયોધ્યા પહોંચ્યા
દીપિકા ચિખલિયા શનિવારે રામલલાના જન્મસ્થળ અયોધ્યા પહોંચી હતી.આ દરમિયાન તેણે ભગવાન શ્રી રામના દર્શન કર્યા હતા અને એ સમયે દીપિકાએ જણાવ્યું કે, તેને પહેલીવાર રામલલાના દર્શન કરવા અયોધ્યા જવાની તક મળી. શ્રી રામના દર્શન કરીને મારું જીવન સફળ થયું. ‘ એમને પૂરી શ્રદ્ધાથી ભગવાનની પૂજા કરી અને આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવી છે.
View this post on Instagram- Advertisement -
દીપિકાએ કર્યા પીએમ નરેન્દ્ર મોદીના વખાણ
દીપિકાએ પીએમ નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. એક વાતચીતમાં દીપિકાએ કહ્યું, ‘PM મોદીએ સત્તામાં આવ્યા પછી, તેમણે સનાતનીઓ માટે ઘણું કર્યું છે અને આ ઘણા સમય પહેલા થઈ જવું જોઈતું હતું પણ ‘દેર આયે દુરુસ્ત આયે’. જે સ્થાન ભગવાનનું ક્ષેત્ર છે અને તીર્થસ્થાન છે તેને મહત્વ આપવું જોઈએ.
અયોધ્યા ફરી આવશે
દીપિકાએ કહ્યું, ‘રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થયા બાદ અને મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યા બાદ હું ફરીથી અયોધ્યા આવીશ.’દીપિકાના લુકની વાત કરીએ તો તેણે ડાર્ક મરૂન કલરની બનારસી સાડી પહેરી હતી.આ સાથે તેમના કપાળ પર ચંદનનો ચાંદલો હતો. તે જ સમયે એમને ગળામાં ફૂલોની માળા પણ પહેરી હતી.