કરાચીનું એક થિયેટર ગ્રુપ AI વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરીને રામાયણનું મંચન કરે છે, જેને તેના સમાવેશી અભિગમ અને શક્તિશાળી વાર્તા કહેવા માટે સમગ્ર પાકિસ્તાનમાં પ્રશંસા મળી રહી છે.
કદાચ જાણીને આશ્ચર્ય થશે પણ અખંડ ભારતના મહાન ગ્રંથ રામાયણનું નાટયાત્મક રૂપાંતર પાકિસ્તાનમાં પણ અત્યંત લોકપ્રીય બન્યુ છે અને આ હિન્દુ કથાને અનેક કલા વિવેચકોએ આવકારી છે.
- Advertisement -
ખાસ કરીને અસત્ય સામે સત્યના વિજય અથવા તો રાક્ષસી દુર્ગુંણ સામે ઈશ્વરીય તત્વના વિજય તરીકે તે રજુ થયું છે પાકિસ્તાનના એક થીયેટર ગૃહ ‘મોજ’ દ્વારા કરાંચી આર્ટ કાઉન્સીલના આયોજનમાં આ નાટય રૂપાંતર રજુ થયું હતું અને તેમાં રામાયણના દ્દશ્યોને જીવંત બનાવવા માટે આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પડદા પર તે સમગ્ર નાટક ભજવવામાં આવ્યું હતું.
જેના નિર્દેશક યોગેશ્વર કરેરાએ પણ ખુબજ સંતોષ વ્યકત કરતા કહ્યું કે, મને પણ આ નાટય રૂપાંતરને આટલો આવકાર મળશે તે ખ્યાલ ન હતો. તેમણે સ્વીકાર્યુ કે પાકિસ્તાનના સમાજમાં એક મોટો સહિષ્ણુ વર્ગ છે જે આ પ્રકારની રચનાને આવકારે છે અને રામાયણની સફળ થવા માટે તેઓને શ્રેય આપે છે. સમગ્ર રચનામાં રામાયણના દ્દશ્યો ઉભા કરવા આર્ટીફીશ્યલ ઈન્ટેલીજન્સનો સહારો લેવામાં આવ્યો હતો.
એક વિવેચક ઓમીયર અલ્વીએ કહ્યું કે, જે રીતે સ્ટોરી લાઈનને અત્યંત ચૂસ્ત રીતે જાળવી રાખવામાં આવ્યું તે મહત્વપૂર્ણ છે તેમજ લાઈટીંગ અને મ્યુઝીક ઈફેકટ પણ જોરદાર હતી. કોસ્ચ્યુમ પણ અત્યંત સંભાળપૂર્વક પસંદ કરવામાં આવ્યા હતા અને સમગ્ર સ્ટેજની ડીઝાઈન પણ શ્રેષ્ઠ હતી. શા માટે દુનિયામાં રામાયણને કરોડો લોકો જુએ છે અથવા વાંચે છે તે હવે શાબીત થયુ છે.આ સમગ્ર પ્રોડકશનને વાસ્તવિક બનાવનાર રાના કાઝમીએ સીતાનું પાત્ર ભજવ્યું હતું. અને તેના લાંબા સમયનો નાટય અનુભવ પણ કામે આવ્યો હતો.