અયોધ્યાનાં અધિકારીઓએ પહેલાં જમીનો રામ મંદિર ટ્રસ્ટમાં સામેલ કરાવી, પછી સંબંધીઓના નામે ખરીદી લીધી; તપાસના આદેશ
વિપક્ષનાં આકરા પ્રહાર: આ છે ભ્રષ્ટાચાર પર 0 ટોલરન્સનો દાવો કરનારાની હકીકત : સપારામદ્રોહી ભાજપ પ્રભુ શ્રીરામ સાથે દગો કરી રહ્યો છે : કૉંગ્રેસ
ખાસ-ખબર સંવાદદાતા
9 નવેમ્બર 2019ના રોજ સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ પર ચુકાદો આપ્યો હતો. આ આદેશ બાદ અયોધ્યાની જમીનના ભાવ વધવા લાગ્યા હતા. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના ફેબ્રુઆરી 2020માં કરવામાં આવી હતી અને ટ્રસ્ટે લગભગ 70 એકર જમીન સંપાદિત કરી હતી. આ પછી અહીં જમીન ખરીદવા માટે પડાપડી શરુ થઈ. જેમાં અયોધ્યામાં તહેનાત અધિકારીઓથી માંડીને ધારાસભ્ય અને મેયર પણ જોડાયા હતા.
કમિશનરથી લઈને DIG સુધી દરેક સામેલ: કમિશનર, સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ, સીઓ, રાજ્ય માહિતી કમિશનરે સંબંધીઓના નામે જમીન ખરીદી છે. સુપ્રિમ કોર્ટના નિર્ણય બાદ અધિકારીઓના પરિવારોએ રામ મંદિર સ્થળની 5 કિમીની ત્રિજ્યામાં જમીન ખરીદી હતી.
અંગ્રેજી અખબાર ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, અયોધ્યામાં તહેનાત તમામ નાના-મોટા અધિકારીઓએ અયોધ્યામાં પોતાના સંબંધીઓ અને ભાગીદારોના નામે જમીન ખરીદી છે. ખરીદદારોમાં સ્થાનિક ધારાસભ્યો, મેયર અને રાજ્ય ઘઇઈ કમિશનના સભ્યનો સમાવેશ થાય છે, જેમણે પોતાના નામે જમીન ખરીદી હતી.
- Advertisement -
આ મામલે અયોધ્યાના ઉખ નીતિશ કુમારે કહ્યું કે જો કોઈ ફરિયાદ આવશે તો તેઓ તપાસ કરશે. હજુ સુધી કોઈ ફરિયાદ આવી નથી. આ બાબત મારા ધ્યાન પર પણ નથી. આવા કિસ્સાઓમાં કયા અધિકારીએ જમીન ક્યારે અને કેવી રીતે ખરીદી, જો પુરાવા મળશે તો તપાસ કરવામાં આવશે.
સરકાર અયોધ્યામાં રાજકારણીઓ અને અધિકારીઓના સંબંધીઓ દ્વારા જમીન ખરીદવાની તપાસ કરશે. ઈખ યોગી આદિત્યનાથે તપાસના આદેશ આપ્યા છે. મહેસૂલ વિભાગના વિશેષ સચિવ સમગ્ર મામલાની તપાસ કરશે. તેઓએ 5 દિવસમાં રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.
- Advertisement -
અયોધ્યામાં પોલીસ ઓફિસર, નેતા અને પરિવારના લોકોએ ખરીદી જમીન : CM યોગી આદિત્યનાથ આકરા પાણીએ, પાંચ દિવસમાં રિપોર્ટ માંગ્યો.
કોણે-કોણે જમીન ખરીદી?
- એમ.પી. અગ્રવાલ, કમિશનર
- દીપક કુમાર, DIG અયોધ્યા, હાલ અલીગઢ
- ઈન્દ્રપ્રતાપ તિવારી, ધારાસભ્ય
- પુરુષોત્તમ દાસ ગુપ્તા, મહેસુલ અધિકારી
- વેદપ્રકાશ ગુપ્તા, ધારાસભ્ય
- ઉમાધર દ્વિવેદી, ભૂતપૂર્વ IAS
- ઋષિકેશ ઉપાધ્યાય, મેયર
- આયુષ ચૌધરી, ભૂતપૂર્વ ADM, હાલ કાનપુર
- અરવિંદ ચોરસિયા, PPS અધિકારી, હાલ મેરઠ
- હર્ષવર્ધન શાહી
- બલરામ મોર્ય, સભ્ય રાજ્ય OBC આયોગ
- બદ્રી ઉપાધ્યાય, ગાંજા ગામના જમીન રેકોર્ડ લખનાર
- સુધાંશુ રંજન, ગાંજા ગામના મહેસુલ અધિકારી
- દિનેશ ઓઝા