– આરોપીની ધરપકડ કરવામાં આવી
અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ભારતીય મૂળના વિવેક રામાસ્વામીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની ઓળખ 30 વર્ષીય ટાયલર એન્ડરસનના રૂપે ઓળખ થઇ છે. યૂએસના ન્યાય વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કાર્યક્રમ માટે એન્ડરસનને બે ધમકી આપતા મેસેજ મળ્યા હતા.
- Advertisement -
તેમણે પહેલા મેસેજમાં લખ્યું હતું કે, સરસ, મારા માટે ઉમેદવારના મગજને ઉડાવવાની ઇચ્છાનો આ સરસ તક છે. બીજા સંદેશમાં કહ્યું કે, હું જેમાં સામેલ થઇશ ત્યાં બધા લોકોને મારી નાખીશ. રામાસ્વામીની ટીમે આ ધમકીની પ્રતિક્રિયા આપતા પોલીસને જાણકારી આપી હતી.
રામાસ્વામીએ કાયદા અમલીકરણ એજન્સીઓનો આભાર માન્યો
એન્ડરસનની ધરપકડ કર્યા પછી રામાસ્વામીએ કાયદા અમલીકરણ એજન્સીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, હું આ ટીમનો આભારી છું. મને સુરક્ષિત રાખવા માટે તેઓ પોતાનું કામ કરી રહ્યા છે. આ કેસમાં એન્ડરસનને 5 વર્ષની જેલ, ત્રણ વર્ષની નજરકેદ અને લગભગ 250,000 ડોલર સુધીની સજા મળી શકે છે.