શ્રી ધાર્મિકલાલ પંડ્યા ‘માણભટ્ટ’ કથા રસપાન કરાવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ડો. યાજ્ઞિક રોડ પર સ્થિત શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા તા. 8 થી 13 એપ્રિલ દરમિયાન વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ઉજવણીનો મંગલ પ્રારંભ દેશ-વિદેશમાં સુવિખ્યાત આખ્યાનકાર શ્રી ધાર્મિકલાલ પંડયાના આખ્યાનથી થશે.
શ્રી ધાર્મિકલાલ પંડયા એ લોકપ્રિય આખ્યાનકાર અને કવિ પ્રેમાનંદ દ્વારા શરૂ કરવામાં આવેલ માણભટ્ટ કલા એટલે કે માણ તથા સંગીત સાથે પૌરાણિક કથા રસપૂર્વક રજૂ કરવાની અનોખી કલા ધરાવે છે. તેઓશ્રી તા. 8, 9 અને 10 એપ્રિલ દરમિયાન રોજ સાંજે 7:45 થી 9:00 સુધી આશ્રમ પ્રાંગણના વિવેક હોલમાં રસિકો સમક્ષ આખ્યાન પ્રસ્તુત કરશે. આ ઉપરાંત તા. 11, 12 અને 13 એપ્રિલ દરમિયાન ઉપરોક્ત સ્થળ અને સમયે લોકપ્રિય કથાકાર અને રામકૃષ્ણ મઠ, ભુજના અધ્યક્ષ સ્વામી સુખાનંદજી મહારાજ રામચરિતમાનસ પર રામકથા રજૂ કરશે. આશ્રમ દ્વારા નગરજનોને આ કાર્યક્રમનો લાભ લેવા જાહેર આમંત્રણ છે.