શિલ્પકાર રામ સુતાર ઘણા દિવસોથી બીમાર હતા: પદ્મભૂષણ સહિત અનેક મોટા પુરસ્કારો મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
નોઇડાના સેક્ટર-19માં બુધવારે રાત્રે શિલ્પકાર રામ વનજી સુતારનું નિધન થયું. તેમણે વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા ’સ્ટેચ્યુ ઓફ યુનિટી’ બનાવી હતી. તેઓ પદ્મભૂષણ સહિત અનેક મોટા પુરસ્કારોથી સન્માનિત હતા. તેઓ ઘણા દિવસોથી બીમાર હતા. તેમણે ઘરે જ અંતિમ શ્ર્વાસ લીધા. આજે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સીએમ યોગીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
તેમણે ડ પર લખ્યું – મહાન શિલ્પકાર, વિશ્ર્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પકાર, ‘પદ્મ ભૂષણ’ શ્રી રામ વી. સુતારજીનું નિધન અત્યંત દુ:ખદ અને કલા જગત માટે અપુરણીય ક્ષતિ છે. તેમને નમ્ર શ્રદ્ધાંજલિ! પ્રભુ શ્રી રામને પ્રાર્થના છે કે દિવંગત પુણ્યાત્માને સદ્ગતિ અને શોકાતુર પરિવારજનોને આ અપાર દુ:ખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે. ૐ શાંતિ!
મુંબઈમાં રામ વનજી સુતારના સન્માનમાં એક સમારોહ યોજવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય કારણોસર તેઓ મુંબઈ જઈ શક્યા ન હતા. ત્યારબાદ શુક્રવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજીત પવાર નોઈડામાં રામ વનજી સુતારના નિવાસસ્થાને પહોંચ્યા હતા. તેમણે રામ સુતારને ‘મહારાષ્ટ્ર ભૂષણ 2024’થી સન્માનિત કર્યા હતા.
દેવેન્દ્ર ફડણવીસે 20 માર્ચે વિધાનસભામાં શિલ્પકાર રામ સુતારને રાજ્યનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘મહારાષ્ટ્ર ભૂષણ’ આપવાની જાહેરાત કરી હતી. આ અંતર્ગત 25 લાખ રૂપિયા અને એક સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યું. મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું, પોતાની કલાના જોરે રામ સુતારે આખી દુનિયામાં અલગ ઓળખ બનાવી. આ દરમિયાન ગૌતમબુદ્ધનગરના ભાજપ સાંસદ ડોક્ટર મહેશ શર્મા પણ સાથે હતા.
કોણ હતા રામ સુતાર?
19 ફેબ્રુઆરી, 1925ના રોજ હાલના મહારાષ્ટ્રના ધુળે જિલ્લાના ગોંડુર ગામમાં એક સાદા પરિવારમાં જન્મેલા સુતારને બાળપણથી જ શિલ્પકળામાં રસ હતો. મુંબઈની જેજે સ્કૂલ ઑફ આર્ટ એન્ડ આર્કિટેક્ચરના ગોલ્ડ મેડલિસ્ટ રામ સુતારના નામે ઘણી સિદ્ધિઓ છે. સંસદ સંકુલમાં ધ્યાન મુદ્રામાં મહાત્મા ગાંધી અને ઘોડા પર સવાર છત્રપતિ શિવાજીની પ્રખ્યાત પ્રતિમાઓ તેમની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહ મંત્રી સરદાર પટેલનું સન્માન કરતી ડિઝાઇન પણ તેમણે જ બનાવી હતી. રામ સુતારને 1999માં પદ્મશ્રી અને 2016માં પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. તાજેતરમાં, રામ સુતારને રાજ્યના સર્વોચ્ચ પુરસ્કાર મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કારથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.
2018માં પદ્મ ભૂષણ અને ’99માં પદ્મશ્રીથી સન્માનિત
શિલ્પકાર રામ સુતારને પદ્મ ભૂષણ (2018), પદ્મ શ્રી (1999) અને ટાગોર પુરસ્કાર (2018)થી સન્માનિત કરવામાં આવ્યા છે. રામ સુતારે સ્ટેચ્યુ ઓફ યુનિટી (સરદાર પટેલ 182 મીટર ગુજરાત), મહાત્મા ગાંધીની પ્રતિમા (ભારતીય સંસદ સહિત 450 શહેરોમાં) અને તે ઉપરાંત ઘણી પ્રખ્યાત મૂર્તિઓ તૈયાર કરી છે. શિલ્પકાર રામ સુતાર ધુળે, મહારાષ્ટ્રના રહેવાસી છે.
- Advertisement -
રામ સુતારની યાદગાર પ્રતિમાઓ…
પ્રતિકાત્મક સ્મારક
ચંબલ, ગાંધીસાગર ડેમ 45 ફૂટના એક જ પથ્થરમાંથી આ પ્રતિમા બનાવાઈ
મહાત્મા ગાંધી સંસદ ભવન
16 ફૂટની બ્રોન્ઝ પ્રતિમા
મહારાજા રણજીતસિંઘ અમૃતસર
21 ફૂટની પ્રતિમા



