વીરપુરના મેવાસા ગામે રાત્રે ભવ્ય સંતવાણી, લોક ડાયરોમાં ખ્યાતનામ કલાકારો પોતાની કલા પીરસશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આસ્થાના પ્રતીક એવા મેવાસા ગામે આવેલ ક્ષત્રિય ખ્યાત રાજપૂત (ખાંટ રાજપૂત) સમાજના સંત ભક્ત શ્રી રામબાપુ (રામબાપા)ની જગ્યા મેવસામાં દર વર્ષે રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવવામાં આવે છે, દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં ભગવાન શ્રી રામના જન્મોત્સવને ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. તેમજ રામનવમીના પવિત્ર દિવસે પૂજ્ય સંત શ્રી રામબાપાના મંદિરે ખાંટ રાજપૂત સમાજના રાજગોર વિદ્વાન શાસ્ત્રી રાજકોટ વાળા લલીતભાઈ ઠાકર દ્વારા શાસ્ત્રોકત વિધીથી પંચ કુંડી યજ્ઞ-હવન યોજાશે. ધ્વજારોહણ, મહાપ્રસાદ, સાથે સાથે જેમાં સાંજે સત્યનારાયણ ભગવાનની કથા તેમજ રાત્રે ભવ્ય લોકડાયરો પણ યોજાશે. આ લોકડાયરામાં મહેશભાઈ વાગડીયા-ખીરસરા (લોક સાહિત્ય), નિતીનભાઈ મુળીયા-તરવડા (લોક સાહિત્ય),મનોજભાઈ જોરીયા-પાંચપીપળા (લોક સાહિત્ય), પુનમબેન રાઠોડ (દેવધરીયા) જુનાગઢ (ભજનિક), પાયલબેન ગુજરાતી (વાગડીયા) જેતપુર (લોકગીત), દક્ષાબેન લાલકીયા હરિપર (ભજનિક), ધીરૂભાઈ પરમાર-નવાગામ (ભજનિક), સુધીરભાઈ રાઠોડ-લુણાગરી (ભજનિક), ધીરૂભાઈ વાઘેલા- આંબલીયારા (ભજનિક), ભગવાનજીભાઈ- કોલીથળ (ભજનિક), રમેશભાઈ મકવાણા- આંબલીયારા (ભજનિક), સિધ્ધરાજ ચાવડા ચિરોડા (ભજન/લોકગીત) સહિતના નામી અનામી કલાકારો લોકસાહિત્ય તેમજ ભજન સંતવાણીમાં પોતાની કલા પીરસસે.
- Advertisement -
આ રામનવમી મહોત્સવ ધામધૂમથી ઉજવવા એક ઉત્સવ સમિતિની રચના પણ કરવામાં આવી છે. આ મહોત્સવમાં સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે તેમજ ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના ગામે-ગામથી સમાજના પાંચસો જેટલા યુવાનો સ્વયંમસેવક તરીકે આ રામનવમી મહોત્સવમાં સેવા આપશે,પૂજ્ય રામ બાપાના મંદિરે રામનવમી મહોત્સવ 2025માં ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના આગેવાનો, અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં ઉમટી પડવા શ્રી રામનવમી ઉત્સવ સમિતિની એક યાદીમાં જણાવાયું છે.



