અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ગુગલમાં પણ તમામ રેકોર્ડ તોડી અને ઇતિહાસ રચી દીધો છે. છેલ્લા 24 કલાકની અંદર google ટ્રેડસમાં ખાલી રામ… રામ… જ જોવા મળ્યું હતું.
500 વર્ષના પરિશ્રમ અયોધ્યાના આંગણે ભગવાન શ્રીરામનો આજે ભવ્યાતીભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. જેને લઈને અયોધ્યામાં જાણે સોનાનો સુરજ ઉગ્યો હોય તેવી સ્થિતિ છે. વિશ્વ આખું અયોધ્યાની આ ઐતિહાસિક ક્ષણના ઓનલાઈન-ઓફલાઇન સાક્ષી બન્યા હતા. આવી સ્થિતિ વચ્ચે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે ગુગલમાં પણ તમામ રેકોર્ડ તોડી અને ઇતિહાસ રચી દીધો છે. છેલ્લા 24 કલાકની અંદર google ટ્રેડસમાં ખાલી રામ… રામ… જ જોવા મળ્યું હતું.
- Advertisement -
500 વર્ષની રાહ બાદ આજે ભગવાન શ્રીરામ નિજ મંદિરમાં બિરાજીત થયા છે. ચારે તરફ ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે.સૌ કોઈ ભક્તિમાં લીન થઈ ગયું છે. આ સાથે જ ગુગલમાં પણ ભગવાન રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને કેટલાક કી વર્ડ ટ્રેન્ડ થયા હતા.
દુનિયામાં દિવાળી જેવો માહોલ
આજે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન થઈ ગઈ છે. રામલલા રામ મંદિરના ગર્ભ ગૃહમાં વિરાજમાન થઈ ગયા છે. જ્યાં તેમની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી. પ્રાણ પ્રતિષ્ઠા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન શ્રીરામને દંડવત પ્રણાંમ કર્યા હતા. ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાના આ ખાસ અવસર પર દેશ અને દુનિયામાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો.આ દિવસની દેશ અને દુનિયામાં ઉજવણી થઈ રહી છે.
- Advertisement -
આજે એટલે કે 22મી જાન્યુઆરીએ Google પર પ્રાણ પ્રતિષ્ઠા વિશે સૌથી વધારે કેટલાક કિ વર્ડ સર્ચ થયા છે. આ કદાચ પહેલીવાર છે જ્યારે Google Trends trends.google.com/trends/trendingsearches માં તમામ ટોપ-10 સર્ચ રામ મંદિર સાથે સંબંધિત છે. આ પહેલા છેલ્લા 24 કલાકમાં એક જ વિષય પર આવો ટ્રેન્ડ ક્યારેય જોવા મળ્યો નથી.