જૂનાગઢ અનુ.જાતિ સમાજના પ્રમુખના પુત્રનું અપહરણ કરી માર માર્યાના વિરોધમાં રેલી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
જુનાગઢ અનુસચિત જાતિના પ્રમુખ રાજુ સોલંકીના પુત્ર સંજય સોલંકીનું ગણેશ ગોંડલ દ્વારા અપહરણ કરીને માર મારવાના બનાવ મામલે આજે અનુસૂચિત જાતિના લોકોની એક બાઈક રેલીનું આયોજન જૂનાગઢ થી ગોંડલ સુધી કરવામાં આવ્યું હતું જેમાં સવારે 10 વાગ્યા થી રેલી સરદાર પટેલ ચોક ખાતેથી નીકળી હતી જેમાં બોહળી સંખ્યમાં રેલીમાં લોકો જોડાયા હતા અને રાજુ સોલંકીએ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.
જૂનાગઢ અનુસૂચિત જાતિના પ્રમુખના પુત્ર સંજય સોલંકીનું અપહરણ અને માર મારવાના મામલે ગણેશ જાડેજા ઉપર પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગણેશ જાડેજા સહીત અપહરણ અને માર મારનાર આરોપીઓને ઝડપીને ધોરણસર કાર્યવાહી શરુ કરી છે અને ઝડપાયેલ લોકો હાલ જેલ હવાલે કર્યા છે.ત્યારે ગણેશ જાડેજાની દબંગગીરીના વિરોધમાં આજે એક બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે આ બાઈક રેલી સરદાર પટેલ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર કરી નીકળી હતી જેમાં અનુસૂચિત જાતિના લોકો રેલીમાં મોટી સંખ્યામાં જોડાયા હતા અને સુત્રોચાર સાથે રેલી નીકળી હતી અને કાળવા ચોક ખાતે ડો.બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર કરીને રેલી જૂનાગઢ થી ગોંડલ જવા નીકળી હતી આ રેલીના અનુસંધાને પોલીસે શહેરના કાળવા ચોક સહીત ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.