વેરાવળ તબીબ આપઘાત મામલે ઠેરની ઠેર તપાસ ?
વિસાવદર, માણાવદર અને માળીયામાં રઘુવંશી સમાજ રોષ : કોઈની શેહ શરમ રાખ્યા વગર તટસ્થ તપાસ માંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
વેરાવળ ના સેવાભાવી સ્વ.ડો.અતુલ ચગે સ્યુસાઇડ નોટ લખી આપઘાત કરી લેતા સોરઠ રઘુવંશી સમાજ સાથે અનેક સામાજિક આગેવાનો માં રોષ જોવા મળી રહ્યો છે અને ન્યાયની તટસ્થ તપાસની માંગ સાથે અનેક તાલુકા માં રેલી યોજી રોષ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યા હતા અને ઠેરની ઠેર થતી તપાસ મુદ્દે કોઈની સેહ શરમ રાખ્યા વગર નિષ્પક્ષક તપાસની માંગ ઉઠી છે. ન્યાયની માંગણી સાથે માળીયાહાટીના લોહાણા મહાજનના પ્રમુખ પ્રવીણભાઈ ખોડા ઉપપ્રમુખ પ્રવીણભાઈ કારિયા ટ્રસ્ટી પ્રમોદભાઈ બુધેચા એડવોકેટ જયેશ ભાઈ રાચ મહેન્દ્રભાઈ રૂપાણી માધવ ભાઈ કાનાબાર ભૂપેન ભાઈ અભાની યોગેશ ભાઈ સોઢા શૈલેષ ભાઇ રતન ધાર્યા પિયુષ ભાઈ કાનાબાર દિનુ ભાઈ રૂઘણી હરીશ કારિયા જતીન રૂપારેલિયા બી ટી કાનાબાર તેજસ રતન ધાર્યા દિલાભાઈ ધનેધા સહિત લોહાણા સમાજના આગેવાનોએ કોર્ટ ચોક માં થી મોન રેલી કાઢી મામલતદાર કચેરીએ રૂબરૂ જઈને મુખ્ય મંત્રીને લખેલ આવેદન પત્ર મામલતદારને આપી વેરાવળના સેવાભાવી અને પ્રતિષ્ઠિત ડોક્ટર અતુલભાઇના કેસ ની ઊંડી તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવા કરવાની ઉગ્ર માગણી કરી છે. માણાવદરમાં લોહાણા મહાજન સમાજ દ્વારા આજરોજ માણાવદર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે તાજેતરમાં વેરાવળના નામાંકિત ડો.અતુલભાઈ ચગે પોતાની હોસ્પિટલમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો અને તેમની સુસાઇડ નોટમાં બે રાજકીય નામો હોવાનું સામે આવ્યું હતું.
આ સુસાઇડ નોટમાં ડો. અતુલભાઈ ચગની મોટી રકમ લેણી હોવાનું અને તે રકમ નારણભાઈ અને રાજેશભાઈ ચુડાસમા પાસેથી હોય આ અંગે તાજેતરમાં ડો. રૂપાપરાએ પણ નિવેદન આપ્યું હતું ત્યારે તેનું પણ નિવેદન લેવા અમારી માગણી છે ઉપરાંત જે રાજકીય આગેવાનો સંડોવાયેલ હોઈ તેમાં કોઈ ને શેહ શરમ વગર કડક તપાસ કરવામાં આવે તેવી માંગ કરી હતી. આ આવેદનપત્રમાં માણાવદર લોહાણા સમાજના ગીરીશભાઈ સૌમેયા, અનિલભાઈ ગાથા, કિશોરભાઈ ખગ્રામ સહિતના આગેવાનો જોડાયા હતા. વેરાવળના ડો.સ્વ.અતુલભાઇ ચગે કરેલી આત્મહત્યા મામલે તટસ્થ તપાસની માંગ સાથે વિસાવદર લોહાણા મહાજન અને જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રીને સંબોધીને મામલતદાર કચેરીએ આવેદન આપ્યુ હતુ. જેમાં રઘુવંશી સમાજે રોષ સાથે આવેદન આપતા જણાવ્યુ હતુ કે, ડો.અતુલ ચગની મળેલી સ્યુસાઇડ નોટ જે મળી આવી છે તે સ્યુસાઇડ નોટમાં લખેલા નામની વ્હેલી તકે તપાસ કરી નિષ્પક્ષ તપાસની કાર્યવાહીની માંગ કરી હતી. જે રીતે રહસ્યમય રીતે આપઘાત કરનાર તબીબને ન્યાય મળે અને ડોકટરને આત્મહત્યામાં મજબૂર કરનાર લોકો સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરીને ચગ પરિવારને ન્યાય આપવા લાગણી અને માંગણી સાથે વિસાવદર રઘુવંશી સમાજને મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપ્યુ હતુ.