કેદીઓને રાખડી બાંધવા માટે બહેનો જેલ ખાતે આજે સવારથી આવી પહોંચી હતી
રક્ષાબંધનનો તહેવાર સૌ કોઈ ઉજવી રહ્યા છે ત્યારે રાજકોટના પોપટપરામાં આવેલી મધ્યસ્થ જેલ ખાતે રક્ષાબંધનની ઉજવણી થઈ હતી. જેલમાં પણ કેદી ભાઇઓ માટે રક્ષાબંધનની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
- Advertisement -
મધ્યસ્થ જેલમાં કોઇને કોઇ ગુનામાં સજા કાપી રહેલા કેદી ભાઇઓને રાખડી બાંધવા માટે બહેનો આવી હતી. આ માટે જેલ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાઇને રાખડી બાંધતી વખતે બહેનોની આંખમાંથી આંસુ સરી પડતા લાગણીસભર દ્રશ્યો જોવા મળ્યા હતા. તેમજ કોઇ કેદી રાખડી બાંધતી વખતે પોતાની દીકરી પર વહાલ વરસાવતા જોવા મળ્યા હતા.
- Advertisement -
કેટલાક કેદીઓ પોતાની બહેન પર હાથ મુકી આશીર્વાદ પણ આપતા નજરે પડ્યા હતા. રાજકોટ જેલમાં હાલ 2100 જેટલા કેદીઓ છે. આ કેદીઓને રાખડી બાંધવા માટે બહેનો જેલ ખાતે આજે સવારથી આવી પહોંચી હતી. જેલ બહાર પરિવારજનોની ભીડ જામી હતી.