ભદ્રાના કારણે મુહૂર્તમાં અસમંજસ; વાંચો રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
કહેવાય છે કે ભાઈ-બહેનના પ્રેમમાં કોઈ મુહૂર્ત જોવાતું નથી
- Advertisement -
હિન્દુ ધર્મમાં ભાઈ-બહેન માટે સૌથી પવિત્ર ગણાતો તહેવાર રક્ષાબંધન હવે નજીક આવી રહ્યો છે, તારીખ 30 ઓગસ્ટ 2023ના રોજ રક્ષાબંધન ઉજવાશે, આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાથી મુહૂર્તમાં એટલી અસમંજસ છે કે લોકોને હજુ સુધી ખ્યાલ નથી કે રાખડી ક્યારે બાંધવી. જાણો શાસ્ત્ર પ્રમાણે રાખડી બાંધવાનું શુભ મુહૂર્ત
ખાસ-ખબર સંવાદદાતા
તારીખ 30 ઓગસ્ટ 2023ના દિવસે સવારે 10:59એ શ્રાવણ સુદ પૂનમ શરુ થાય છે. આ દિવસે સમગ્ર દિવસ દરમિયાન ભદ્રા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેની હકીકત જાણીએ તો કારણ નીકળે છે કે વૃશ્ચિકી ભદ્રાની છેલ્લી ત્રણ ઘડી જ ત્યાજ્ય ગણાય છે, જેથી 30 ઓગસ્ટે સવારે 11 વાગ્યા પછી તમે રક્ષાબંધન ઉજવી શકો છો. કહેવાય છે કે ભાઈ-બહેનના પ્રેમમાં કોઈ મુહૂર્ત જોવાતું નથી.
ભારતીય સંસ્કૃતિમાં રક્ષાબંધન પર્વનું વિશેષ મહત્વ છે. આ દિવસે બહેનો તેમના ભાઈઓના હાથમાં રાખડી બાંધે છે અને ભાઈઓ તેમની બહેનની રક્ષા કરવાનું વચન આપે છે. ધાર્મિક ગ્રંથોમાં રક્ષાબંધન વિશે વિવિધ પૌરાણિક કથાઓ કહેવામાં આવી છે. જેમાં ત્રેતાયુગમાં, મહાભારતના યુદ્ધ પહેલા શ્રી કૃષ્ણએ રાજા શિશુપાલ સામે સુદર્શન ચક્ર ઉભું કર્યું હતું, જે દરમિયાન તેમના હાથમાં ઈજા થઈ હતી અને લોહી વહેવા લાગ્યું હતું, ત્યારબાદ દ્રૌપદીએ પોતાની સાડીનો ટુકડો ફાડીને તેના હાથ પર બાંધી દીધો હતો, બદલામાં શ્રી કૃષ્ણએ વચન આપ્યું હતું કે, દ્રૌપદીને દરેક સંકટથી બચાવીશ. કૃષ્ણએ રાગ હરણના સમયે આ રાગ બાંધીને દ્રૌપદીની રક્ષા કરી હતી, તેથી રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે.
- Advertisement -
રાખડી કઈ દિશા તરફ મુખ રાખી બાંધવી?
રાખડી બાંધતી વખતે ભાઈનું મુખ હંમેશા પૂર્વ તરફ અને બહેનનું મુખ પશ્ર્ચિમ કે ઉત્તર તરફ હોવું જોઈએ. ભાઈ કે બહેન બંનેનું મુખ દક્ષિણ તરફ ન હોવું જોઈએ.
શાસ્ત્ર જ અનુસરવું હોય અને ભદ્રાનું સંપૂર્ણ રીતે પાલન કરતા હોવ તો 30 ઓગસ્ટે રાતે 9.00 વાગ્યા પછી રાખડી બાંધવી તે મુહૂર્ત 31 ઓગસ્ટ સવારે 7.30 વાગ્યા સુધીનું છે.
રાખડી તૂટી જાય તો શું કરવું?
જો ભૂલથી રાખડી તૂટી જાય તો આવી રાખડી ફરીથી ન બાંધવી જોઈએ. આમ કરવું અશુભ માનવામાં આવે છે. તૂટેલી રાખડી વહેતા પાણીમાં વહેતી કરવી જોઈએ. તૂટેલી રાખડી પણ ઘરમાં ન રાખવી જોઈએ.
30 ઓગસ્ટ 2023 શુભ મુહૂર્ત
સવારે 11.05થી 12.40 ઙખ
બપોરે 3.50થી 5.25
સાંજે 5.25થી 6.59
31 ઓગસ્ટ 2023 શુભ મુહૂર્ત
સવારે 7:00 વાગ્યા પહેલા રક્ષાસૂત્ર
બાંધવાનો શ્રેષ્ઠ સમય.
આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ/શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ.