ગ્રામ્ય પોલીસિંગ વધુ અસરકારક બનાવવા માટે પોલીસ અને સરપંચો વચ્ચે સંવાદ
ખાસ-ખબર ન્યૂઝ અમરેલી, તા.11
રાજ્યના પોલીસવડા વિકાસ સહાયની સૂચનાને પગલે અમરેલી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા પટેલ વાડી ખાતે ’સરપંચ-પોલીસ પરિસંવાદ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રાજુલા પોલીસ સ્ટેશન હેઠળ આવતા તમામ ગામોના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી ડો. મેહુલ બરાસરા, એ.એસ.પી. વલય વૈદ્ય, પીઆઇ એ.ડી. ચાવડા, અને વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં સરપંચો હાજર રહ્યા હતા. આ પરિસંવાદથી પોલીસ અને ગ્રામજનો વચ્ચેનો સંવાદ વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
- Advertisement -
કાર્યક્રમમાં ચર્ચા થયેલા મુખ્ય મુદ્દાઓ
કાયદો અને વ્યવસ્થા: ગામમાં કોઈપણ કાયદો-વ્યવસ્થાનો પ્રશ્ન ઉભો થાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે સરપંચોને સૂચન કરવામાં આવ્યું.
સિનિયર સિટીઝન અને પરપ્રાંતિય મજૂરો: સિનિયર સિટીઝનની સુરક્ષા અને જરૂરિયાત અંગે પોલીસને જાણ કરવા તેમજ પરપ્રાંતિય મજૂરોના રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરવામાં આવી.
જનજાગૃતિ: સાયબર ફ્રોડ, ટ્રાફિક, મહિલા અત્યાચાર, બાળમજૂરી અને બાળ શોષણ જેવા મુદ્દાઓ પર જનજાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું.
ઈઈઝટ કેમેરા: ગામોમાં વધુમાં વધુ ઈઈઝટ કેમેરા લગાવવા માટે સરપંચોને અનુરોધ કરાયો.
પોલીસની પહેલ: રાજુલા પોલીસની ’શિ-ટીમ’ અને ’મેન્ટર પ્રોજેક્ટ’ તેમજ ’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલી ચીજવસ્તુઓ અંગે માહિતી આપવામાં આવી.
વોટ્સએપ ગ્રૂપ: તમામ સરપંચોને પોલીસ વિભાગના વોટ્સએપ ગ્રૂપમાં જોડીને સંકલન સુધારવામાં આવ્યું.