પોલીસે 4,42,000નો મુદ્દામાલ કબજે કર્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક વેપારી સાથે સસ્તા સોનાના નામે નકલી સોનું પધરાવી છેતરપીંડીની ધટના સામે આવી છે. રાજુલા પોલીસે રાજ્યના અલગ અલગ જીલ્લાઓમાં અસલી સોનું બતાવી અને નકલી સોનું પધરાવી છેતરપીંડી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. રાજુલા પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર રાજુલા શહેરમાં ફરીયાદી વેપારીની દુકાને અજાણ્યા આરોપીઓ આવેલ અને કહેલ કે હું ખાંડા ગાળવાનું કામ કરું છું અને ખાડો ગાળતી વખતે મને સોનાના ઘરેણા મળેલ છે. અને તે ઘરેણા મારે વેચવા છે. જો તમારે વેચાતા લેવા હોય તો કહો જેથી સોનાના ઘરેણા જે મારે વેચવા છે જો તમારે વેચાતા લેવા હોય તો કહો જેથી આ આરોપીએ સોનાના હાર માંથી બે સોનાની કડી આપેલ અને કહેલ કે તમે સોની ને બતાવો સાચે છે. જેથી વેપારીએ સોનીને સોનાની કડી બતાવેલ અને સોનીને બતાવેલ અને જણાવેલ કે આ કડી સાચી છે. જેથી વેપારીએ સોનાનો હાર વેચાતો લેવા સમંત થયેલ અને આરોપીઓ હારના દસ લાખ કિમંત જણાવતો હોય અને વેપારીએ 4,00,000 લાખ રૂપિયામાં હાર માંગતા આરોપીઓ રોકડા રૂપીયા લઇ અને હાર વેપારીને આપી દીધેલ બાદમાં વેપારીએ સોનાનો હાર સોનીને બતાવતા જાણવા મળેલ કે હાર ખોટો છે જેથી આરોપીએ વેપારી સાથે વિશ્વસઘાત અને છેતરપીંડી કરી નાસી છૂટયા હતાં. આ અંગે રાજુલા પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીનો ગુન્હો નોંધાયો હતો.
- Advertisement -
રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઇ એ.ડી. ચાવડા દ્વારા આ બનાવની ગંભીરતા લઈ સર્વેલન્સ ટીમને છેતરપીંડીના ગુન્હાના આરોપીને પકડી પાડવા સુચના આપેલ હતી. રાજુલા સર્વેલન્સ ટીમ દ્વારા અલગ અલગ દિશાઓમાં તપાસ અને સીસીટીવીની મદદથી તપાસ કરતા અજાણ્યા આરોપીઓ હોય જેથી હ્યુમન તથા ટેકનીકલ સોર્સ આધારે અમદાવાદની છેતરપીંડી આચરનાર ગેંગને શોધી કાઢવામાં આવી હતી. રાજુલા પોલીસે છેતરપીંડી કરનાર ગેંગના ત્રણ આરોપીને ઝડપી લીધા હતાં. જેમાં અર્જૂન પુનમભાઇ મારવાડી, નરેશ પુનભાઇ મારવાડી, રણછોડ ઉર્ફે બાકીયો રામાભાઇ મારવાડી રહે તમાંમ હાલ અમદાવાદ ત્રણેય આરોપી પાસેથી પોલીસે રોકડ રૂ. 3,37,000, એક રિક્ષા કિ.રૂ. 1,15,000 તથા મોબાઈલ ફોન 500 મળી કુલ 4,42,500 નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. રાજુલામાં વેપારીએ સોનાના હારની ખરીદી કરી સોનીને બતાવતા છેતરપીંડી કરતી ગેંગનો પર્દાફાશ થયો હતો. રાજુલા પોલીસ દ્વારા ત્રણેય આરોપીને ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ત્રણેય આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ કામગીરીમાં રાજુલા પીઆઇ એ.ડી.ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના હરપાલસિંહ ગોહિલ, હરેશભાઇ વાળા, મનુભાઇ માંગાણી, સુરેશભાઇ મેર, વાવેરા બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ. બહાદુરભાઇ વાળા, ટાઉન બીટ ઇન્ચાર્જ એ.એસ.આઇ ભરતભાઇ વાળા, પ્રકાશભાઇ બાબરીયા, સુરજભાઇ બાભંણીયા, અમીતભાઇ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે.



