ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
રાજુલા પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પીઆઈ તરીકે ફરજ બજાવી ચૂકેલા અને હાલ અમરેલી કઈઇ પીઆઈ તરીકે ફરજ બજાવતા વી.એમ. કોલાદરાનું પણ શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ સન્માન કરાયું હતું. આ ઉપરાંત, રાજુલા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ હરપાલસિંહ ગોહિલ, મધુભાઈ પોપટ, મનુભાઈ માંગાણી, હરેશભાઈ કવાડ, અને ચંદ્રેશભાઈ કવાડ ને પણ સન્માનપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.આ તમામ પોલીસકર્મીઓએ બાબરીયાધાર ખાતે પ્રેમ સંબંધમાં એક મહિલાની બે થી અઢી મહિના પહેલા થયેલી હત્યાના ગુનાનો ભેદ ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલીસે આ હત્યાના આરોપીને ઝડપી પાડી, ખુનનો ગુનો ડિટેક્ટ કર્યો હતો અને નિર્ધારિત સમયમર્યાદામાં પુરાવાઓ એકઠા કરીને આરોપી વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. તેમની આ પ્રશંસનીય અને ત્વરિત કામગીરીને ધ્યાનમાં રાખીને, રાજ્યના પોલીસ વડા (LCB) દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે.
- Advertisement -