છતડીયા ગામેથી સર્વેલન્સ ટીમે હાથ ધરેલી કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
પોકસો એક્ટના ગુનામાં ફરાર ફરતા આરોપીને રાજુલા પોલીસે ઝડપી પાડ્યો છે.મળતી માહિતી અનુસાર, પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ખાતે ઇગજ કલમ 137(2), 87, 64(2) તેમજ પોકસો એક્ટ કલમ 4, 6, 8, 10 હેઠળનો ગુન્હો તા. 15 ઓગસ્ટ 2025ના રોજ નોંધાયો હતો. ગુનાનો આરોપી વિપુલ રણછોડભાઈ ઓળકીયા (રહે. બુબાવાવ, તા. રાણપુર, જી. બોટાદ) પોતાની ધરપકડ ટાળવા માટે ફરતો હતો.ખાનગી હકીકતના આધારે રાજુલા પોલીસની સર્વેલન્સ ટીમ છતડીયા ગામે પહોંચી હતી. તપાસ દરમિયાન આરોપી મળી આવતા તેને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી લેવાયો હતો. આ કામગીરી પીઆઇ એ.ડી. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમના મધુભાઇ પોપટ, હરપાલસિંહ ગોહિલ, હરેશભાઇ વાળા, મનુભાઇ માંગાણી, સુરેશભાઈ મેર અને મેહુલભાઇ પંડયા દ્વારા હાથ ધરવામાં આવી હતી.