1 સપ્ટેમ્બરથી ‘કપાસ કિસાન એપ્લિકેશન’ દ્વારા નોંધણી ફરજિયાત
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા માર્કેટ યાર્ડ દ્વારા કપાસ પકવતા ખેડૂતોને આગામી ખરીફ સિઝનમાં ટેકાના ભાવે કપાસ વેચવા માટે નોંધણી કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2025-2026 માટે કપાસનો ટેકાનો ભાવ 20 કિલોગ્રામ દીઠ ₹1,612 નક્કી કરવામાં આવ્યો છે.
- Advertisement -
જે ખેડૂતો કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (CCI)માં કપાસ વેચવા માંગતા હોય, તેમણે 1 સપ્ટેમ્બર, 2025 થી 30 સપ્ટેમ્બર, 2025 સુધીમાં “કપાસ કિસાન એપ્લિકેશન” ના માધ્યમથી નોંધણી કરાવવી ફરજિયાત છે. માર્કેટ યાર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, માત્ર નોંધણી કરાવનાર ખેડૂતોનો જ કપાસ ટેકાના ભાવથી ખરીદવામાં આવશે. આ અંગેની જાણકારી રાજુલા માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને આપવામાં આવી છે.