ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
અમરેલીના રાજુલાના મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનને ગત તા. 26/08/2025 ના રોજ સવારે સાડે દસ વાગ્યે ભેરાઇ ગામના દેવપરા વિસ્તારમાં મકાનમાં થયેલી રોકડ ચોરીની ફરિયાદ મળી હતી. ફરિયાદી ગોપાલભાઈ ભુપતભાઈ ગઢાદરાના મકાનમાં અજાણ્યા શખ્સે તાળું તોડી કબાટની તિજોરીમાં રહેલ પેકિટમાંથી રૂ. 5500 ની રોકડ ચોરી કરી નાસી હતી.ઇન્ચાર્જ પીઆઇ એ.આર. છોવાળાની સૂચનાથી મરીન પીપાવાવ પોલીસ ટીમે તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી તપાસ હાથ ધરી. ગણતરીના કલાકોમાં જ આરોપી લાલજી કાળુભાઈ વાજાને પકડી, ચોરીની રકમ પુરી રીતે રીકવર કરી અને ધોરણસર કાર્યવાહી હાથ ધરી. આ કામગીરીમાં ઇન્ચાર્જ પીઆઇ એ.આર. છોવાળા, વી.વી. ગોહીલ, ઘનશ્યામજી જીંજાળા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, ચંપુભાઈ કાળુભાઈ, મેહુલભાઈ ડાભી, અનિલભાઈ બાબુભાઈ, ઇશ્વરભાઈ ગોરધનભાઇ સહિતના સ્ટાફ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી.



