રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ખાલી પડેલ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની માટેની તારીખ જાહેર કરવામાં આવી છે. ત્યારે રાજુલા તાલુકાના 12 ગામડાઓની ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી જેમાં કાતર, ખાંભલીયા, દેવકા, નવાગામ ( મેરીયાણા), નાના રીંગણીયાળા, બર્બટાણા, બારપટોળી, મસુદડા નાના મોટા, રામપરા-1, વિક્ટર, વિસળીયા, પીપાવાવ ધામ સામાન્ય ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. તેમજ 17 ગામડાઓમાં સભ્યો માટે પેટા ચૂંટણી યોજવામાં આવશે. જેને લઇ આજે 9 જૂન ગ્રામ પંચાયત ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાનો અંતિમ દિવસ હતો. આવતીકાલે ફ્રોમ પરત ખેંચવામાં આવશે. અને આગામી 25 જૂનના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાવાની છે.
રાજુલા : ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીને લઇને ઉમેદવારી નોંધાવા માટે ઉમેદવારોની ભારે ભીડ

Follow US
Find US on Social Medias