ખાસ-ખબર ન્યૂઝ રાજુલા, તા.03
રાજુલાના પીપાવાવ રેલ્વે ટ્રેક પર મોડીરાતે 9 જેટલા સિંહો આવી ચડ્યાની ધટના સામે આવી હતી. જોકે આ અગાઉ પણ સિંહો રેલ્વે ટ્રેક પર આવી જતા વનવિભાગે સુરક્ષિત રીતે ખસેડી જીવ બચાવ્યો હતો. ત્યારબાદ ફરી રાજુલા રાઉન્ડના રાજુલા બીટ-1ના ઉચૈયા ગામના ઘોઘમ વિસ્તારમાં રાત્રીના સમયે રેલ્વે ટ્રેકથી 70 મીટર દુરના અંતરે વન્યપ્રાણી સિંહ 9 ના ગ્રૂપનુ અવલોકન સ્થાનીક ટ્રેકર્સ કિશોરભાઇ ધાખડા તથા વનમિત્ર લાલભાઇ દ્વારા થતા જેની જાણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાય.એમ.રાઠોડને થતા તાત્કાલીક રેન્જના સ્ટાફ સ્થળ પર દોડી આવ્યા હતાં.
- Advertisement -
અને નીરીક્ષણ કરવામાં આવ્યું. ત્યારબાદ આ ગૃપની મુવમેન્ટ રાત્રીના કલાકના અરસામાં ભેરાઇ ગામના રેવન્યુ વિસ્તારમાં રેલ્વે સ્ટોન નંબર 16/7 થી 16/8 ફેંસીગની બહાર થયેલ હોય વન્યપ્રાણી સિંહના ગૃપ દ્રારા ભુંડનો શિકાર કરવામાં આવેલ. આ સમય દરમ્યાન રાજુલા સીટી થી પીપાવાવ તરફ જઇ રહેલ ટ્રેન નંબર PT/PPSP/OCO- 4926/ઊંખના મેસેજ રાજુલા સીટીના રેલ્વેસેવક સમીર સેલડા દ્વારા મહેન્દ્રભાઇ રેલ્વે સેવકને ટેલીફોનીક જાણ કરતા મહેંદ્રભાઈ રેલ્વે સેવક દ્વારા પીપાવાવ જતી ટ્રેનને રોકવામાં આવેલ હતી બાદમાં આઇ.વી.ગોહીલ સુચિત રેસ્ક્યુ ફોરેસ્ટર,એમ.એ.માંગાણી વનરક્ષક રેલ્વેટ્રેક બીટ-1 તથા સ્થાનીક ટ્રેકર્સ તથા રેલ્વેસેવકો દ્વારા સ્કેનીગની પ્રક્રીયા પુર્ણ કર્યા બાદ તેમજ પાઇલોટને સિંહ સંરક્ષણ વિશેની માહીત આપી હતી.
અને 9 સિંહોને રેલ્વે ટ્રેકથી દુર ખસેડી આબાદ બચાવ કર્યો હતો. જે બાદ ટ્રેનને રવાના કરી હતી. આ કામગીરીમા પાલીતાણા શેત્રુજી ડિવિઝન ડી.સી.એફ. જયંત પટેલના માર્ગદર્શન હેઠળ રાજુલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાય.એમ.રાઠોડની સુચના મુજબ વનપાલ, સ્થાનિક ટ્રેકર તથા રેલ્વે સેવકો દ્વારા નવ સિંહોનો સુરક્ષિત રીતે ખસેડી જીવ બચાવી સરાહનીય કામગીરી કરવામા આવી છે.