વતનપ્રેમી રાજુભાઇની વડીલો માટે આદરમાન ભરી સેવાની ગિર પંથકમાં મુક્ત કંઠે પ્રશંસા
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.13
- Advertisement -
તાલાલા તાલુકાનાં ધાવા ગીરના વતની અને હાલ વલસાડ સ્થિત વતનપ્રેમી રાજુભાઈ ઘોડાસરા એ ગામમાં એકલા રહેતા કોઈપણ પરિવારના માતા-પિતાને ભોજન માટે પડતી મુશ્ર્કેલી દૂર કરવા ગામના જરૂૂરિયાતમંદ વૃદ્ધો તથા સિનિયર સિટીઝનો માટે બંને ટાઈમ ભોજનાલય શરૂૂ કરતા વતનપ્રેમી ની વડીલો માટેની સેવા પ્રશંસા ને પાત્ર બની છે.વતન પ્રેમીના પરિવારનું ધાવા ગીરમાં આવેલ મકાનમાં પુષ્ટિ ભક્તિ ક્ષુધા તૃપ્તિ ગૃહ શરૂૂ કરવામાં આવેલ છે.આ ભોજનાલયમાં ગામના જરૂરીયાતમંદ વડીલો અને અશક્ત લોકોને નિ:શુલ્ક બે ટાઈમ ભરપેટ ભોજન આપવામાં આવે છે. ગામડામાં કોઈ સારી હોટલ કે રેસ્ટોરન્ટ હોતા નથી.ભોજન માટે છેક તાલાલા આઠ કી.મી આવું પડે ત્યારે ગામમાં એકલવાયું જીવન જીવતા વડીલોની મુશ્ર્કેલી દૂર કરવા વતનપ્રેમી રાજુભાઈ ઘોડાસરાએ પુષ્ટિ ભક્તિ ક્ષુધા તૃપ્તિ ગૃહ શરૂ કરાવી પ્રેરણારૂપી માનવતાના દર્શન કરાવ્યા છે.ભોજનાલયમાં જે લોકો ને જમવાનું હોય તે સવારે તથા સાંજે પોતાના નામ લખાવી જાય છે.અન્ન નો બગાડ થાય નહીં માટે સવાર-સાંજ ભોજન કરવા આવતા લોકો પૂરતી જ રસોઈ તૈયાર થાય છે અને વડીલોને ગરમાગરમ સ્વાદીષ્ટ ભોજન જમાડવામાં આવે છે.ધાવા ગીર ની વસ્તી અંદાજે આઠ હજાર છે.ગામના તમામ સમાજના પરિવારોમાંથી ઘણા પરિવારના દીકરા,વહુ વ્યવસાય માટે તથા બાળકોના શિક્ષણ માટે બહારગામ શહેરોમાં રહે છે અને અહીં ગામમાં વૃદ્ધ માતા-પિતા ખેતીવાડીનું ધ્યાન રાખી એકલવાયું જીવન પસાર કરી રહ્યા છે.ગામના વડીલોની મુશ્ર્કેલી દૂર કરવા વતન પ્રેમી રાજુભાઈએ ઉમદા વિચાર અમલમાં લાવી વડીલો માટે બંને ટાઈમ ગરમા ગરમ શુધ્ધ ભોજન આપવા ભોજનાલય શરૂ કરતા એકલવાયું જીવન પસાર કરતાં વડીલોને ખૂબ જ રાહત મળી છે.ધાવા ગીરના અગ્રણી વિજયભાઈ કનેરીયા અને સરપંચ હીનાબેન કનેરિયા,ઉપસરપંચ છગનભાઈ સહિત ગામના તમામ સમાજના લોકોએ વતન પ્રેમીના પ્રેરણાદાયી કાર્યની પ્રશંસા કરી વડીલોની પરોક્ષ સેવાને આવકારી છે.
અન્ય લોકોને પણ રાહત ભાવે ભોજન આપવામાં આવે છે
ધાવા ગીર ગામના જે વડીલોના બાળકો બહાર શહેરોમાં કામ ધંધા અર્થે ગયેલ હોય અને ગામમાં એકલા જીવન પસાર કરતા સિનિયર સિટીઝનો ની રસોઈ બનાવવાની મુશ્ર્કેલી પણ દૂર કરવા રૂૂ.20 માં એક ટાઈમ ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે.ગામમાં સશક્ત લોકોને ભોજનાલયમાં ભોજન કરવું હોય તો માત્ર 50 રૂૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવી રહ્યું છે.ભોજનની આ સવલત બંને ટાઈમ આપવામાં આવે છે.



