હાર્ટ ઍટેક બાદ કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવની હાલત નાજુક થઈ ગઈ છે, હાલ તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર સારવાર લઈ રહ્યા છે.
રાજૂ શ્રીવાસ્તવ હેલ્થ અપડેટ
દેશભરમાં લોકોને હસાવવાની કળાથી પ્રખ્યાત કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય માટે તેમના ચાહકો પ્રાર્થના કરી રહ્યા છે. ગઇકાલથી તેઓ હોસ્પિટલમાં દાખલ છે અને સમયની સાથે સાથે તેમની તબિયત લથડતી જઈ રહી છે. તાજા હેલ્થ અપડેટ અનુસાર તેમની હાલત હાલમાં નાજુક છે અને તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે.
- Advertisement -
વેન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા
નોંધનીય છે કે ગઇકાલે જિમમાં વર્કઆઉટ દરમિયાન જ રાજૂ શ્રીવાસ્તવને હાર્ટ ઍટેક આવ્યો હતો જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગંભીર હાલતમાં રાજૂ શ્રીવાસ્તવને વેન્ટિલેટર સ્પોર્ટ પર રાખવામાં આવ્યા છે અને ડોકટરોની ટીમ નજર રાખી રહી છે.
ફેન્સ તેમના સ્વાસ્થ માટે કરી રહ્યા છે પ્રાર્થના
રાજૂ શ્રીવાસ્તવને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પહેલા ઈમરજન્સી વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી અને તે બાદ કાર્ડિયક કેર યુનિટમાં ખસેડવામાં આવ્યા જે બાદ તેમની તબિયત વધુ બગડી ગઈ હતી. હાલમાં તેઓ શ્રીવાસ્તવ કેટલાક નેતાઓને મળવા માટે દિલ્હી આવ્યા હતા.