આકારણી રજી.નંબર 1463 પરથી 18.58 ચોરસ મીટરનો દસ્તાવેજ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
ધ્રાંગધ્રામાં એક બાદ એક સરકારી જમીનને હડપ કરવાના કૌભાંડનો પર્દાફાસ થઈ રહ્યો છે પરંતુ તંત્રની હજુય આંખ ઊઘડતી નથી ત્યારે સરકારી જમીન પિતાના નામે કરી લેવા માટે જે પ્રકારનું સુનિશ્ચિત કાવતરું રચાયું છે તેના એક ઉદાહરણ તરીકે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલ અતિ કિંમતી જમીનને ગામના પૂર્વ સરપંચ અને તલાટી દ્વારા મુખ્ય ભાગ ભજવ્યો હોવાનું સામે આવ્યું છે જેમાં ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર આવેલી પાંચ પીરની દરગાહ સામે રોડ ટચ સરકારી જમીન પર આગાઉ પાક્કું બાંધકામ કરી દુકાનો બનાવવામાં આવી હારી અને આ દુકાનોને વેચાણ પણ કરી નાખવામાં આવી છે. જ્યારે સરકારી જમીન પર હોવાથી ભવિષ્યમાં કોઈ દબાણ કે અન્ય સ્થિતિ ઉદભવ ન થાય તે માટે પૂર્વ સરપંચ અને તે સમયના તત્કાલીન મહિલા તલાટી દ્વારા આ સરકારી જમીનને એક ચોક્કસ વ્યક્તિના નામે કરવાનું આખુંય કાવતરું રચ્યું હતું જેમાં સરકારી જમીનને ગામતળમાં દર્શાવી તેની કારની કરી દસ્તાવેજ પણ બનાવી નાખ્યો હતો.
- Advertisement -
પરંતુ કહેવાય છે ને “પાપ ચાલે ચઢીને પણ પોકારે !” તેવો ઘાટ હાલ સર્જાયો છે. જ્યારે આ સરકારી જમીનને હડપ કરવાનું આખુંય કૌભાંડ ખાસ ખબરના ધ્યાને આવતા અહેવાલ પ્રસિધ્ધ કર્યો હતો અને આ અહેવાલને લીધે ધ્રાંગધ્રા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય દ્વારા મામલતદારને તાત્કાલિક તપાસના આદેશ આપતા મામલતદાર દ્વારા દુકાનના કબજેદારોને નોટિસ દશ દિવસમાં પુરાવા રજૂ કરવાની નોટિસ ફટકારી હતી જેને લઇ જમીન કૌભાંડના મુખ્ય સૂત્રધાર દ્વારા બોગસ ઊભો કરેલો દસ્તાવેજ રજૂ કરતા હવે “બકરી ડબ્બામાં આવી જાય” તેવી સ્થિતિ ઉદભવ થઈ છે. મામલતદાર સમક્ષ રજૂ કરેલ પુરાવા રૂપી દસ્તાવેજ અને ખાસ ખબર દ્વારા ઊંડાણ પૂર્વક તપાસ કરતા સને આવ્યું હતું કે હાલ જ્યાં રાજસીતાપુર ગામના ગ્રામજનો વસવાટ કરે છે તે ગામતળ હોવાના બદલે દસ્તાવેજમાં ગામની બહાર એટલે કે ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર રોડ પર સરકારી જમીનમાં ગામતળ દર્શાવી આકરણી કરી તત્કાલીન મહિલા તલાટીએ જમીન ફાળવી દીધી હતી. જેના આધારે દસ્તાવેજ પણ ઊભો કરવામાં આવ્યો છે ત્યારે સરકારી જમીનને હડપ કરવાના આ આખાય ષડયંત્રમાં મહિલા તલાટી સામેલ હશે તે વાત તો નક્કી છે પરંતુ આ સાથે અન્ય કોણ અને કેટલા કર્મચારી પોતાનો ભાગ લઈ ભાગ ભજવી ગયા ? તે અંગે તટસ્થ તપાસ બાદ જ બહાર આવે તેમ છે.