રાજકોટ રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓની ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમેનને રજૂઆત
ખોટા ખર્ચા ઉધારી ફંડનો દુરુપયોગ કરી પોતાના અંગત ખર્ચમાં ફંડ વાપરવામાં આવતું હોય યોગ્ય તપાસ જરૂરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકુમાર કોલેજ ટ્રસ્ટના પૂર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા રાજકોટ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટીના ચેરમેનને કોલેજના સંચાલકો ખોટા ઓડિટ રિપોર્ટ તૈયાર કરી ખોટી રીતે ફી મંજૂર કરાવતા હોવાની રાજકુમાર કોલેજ પેરેન્ટ્સ એસોસિએશને આક્ષેપ કર્યો છે, ત્યારે આવા ખોટા ખર્ચ ઉધારી ફંડનો દુરુપયોગ કરી પોતાના અંગત ખર્ચમાં ફંડ વાપરવામાં આવતું હોય આ બાબતે યોગ્ય તપાસ કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓ અને વાલીના હિતમાં યોગ્ય પગલાં લેવામાં કોઈ પુરાવા અને જરૂરી દસ્તાવેજો પણ રજૂ કરવાની તૈયારી રાજકુમાર પેરન્ટ્સ એસોસિએશન દ્વારા બતાવવામાં આવી છે.
આ મુદ્દે તપાસ કરવી જરૂરી છે
હાલની ફી અત્યંત વધુ છે અને તે શાળાના આધારભૂત ધોરણો અથવા સુવિધાઓને ન્યાય આપતી નથી.
શાળાના ફંડનો અયોગ્ય ઉપયોગ થાય છે જેમાં પ્રિન્સિપાલ અને કેટલાક સ્ટાફને મળતું મહેનતાણું અને સુવિધાઓ અસાધારણ છે.
ટ્રસ્ટીઓ દરેક મીટીંગ માટે પ્રતિ વ્યક્તિદીઠ રૂપિયા એક લાખથી વધુ મેળવતા હોવાનું કહેવાય છે અને મીટીંગ્સની ફ્રીકવન્સી પણ જરૂર કરતાં ચારગણા વધારે છે. માત્ર વ્યક્તિગત લાભ માટે.
પ્રિન્સિપાલ અવારનવાર વિદેશ પ્રવાસે રહે છે જે વ્યવસ્થાપન અને શૈક્ષણિક માર્ગદર્શનને અસર કરે છે.
શાળાના અનેક વાહનો વ્યક્તિગત હેતુઓ માટે ઉપયોગમાં લેવાય છે અને તેનો ખર્ચ વાલીઓ પાસેથી વસુલાય છે.
શાળાના મેસ એકાઉન્ટમાંથી વ્યક્તિગત મહેમાનોના ખર્ચો ભરવામાં આવે છે જેમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી વ્યવસ્થાઓ શાળા દ્વારા કરવામાં આવે છે.
પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, સ્ટેશનરી, નાસ્તો અને શૈક્ષણિક પ્રવાસો માટે ઉંચા દરે ફી વસુલવામાં આવે છે તેની કોઈ પારદર્શિતા નથી. એફ.આર.સી.ના નિયમ વિરુદ્ધ ઉઘરાવવામાં આવે છે.
શાળાને પહેલેથી જ પૂરતું ફંડ હોવા છતાં નવા નાણાં માટે વાલીઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે.
ફી સંશોધન પ્રક્રિયામાં વાલીઓનો કોઈપણ અવાજ સાંભળવામાં આવતો નથી અને ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા કોઈ બેઠક કે ચર્ચા માટે વાલીઓને કોઈ આમંત્રણ આપવામાં આવતું નથી.
- Advertisement -
પેરેન્ટ્સ એસો.ની માંગ
શાળાના હાલની કે પ્રસ્તાવિત ફી વધારાને તાત્કાલિક અટકાવવી અથવા સમીક્ષા કરવી.
શાળાનું વિત્તીય અને વ્યવસ્થાપન સંબંધિત ઓડીટ કરાવવું, જેમાં ટ્રસ્ટીઓ અને પ્રિન્સિપાલના ખર્ચાઓ પણ સમાવેશ થાય.
મેસ એકાઉન્ટ અને શાળાની સંપત્તિઓના ઉપયોગની નિષ્ઠાપૂર્વક તપાસ કરવી.
આગામી તમામ ફી સંબંધિત નિર્ણયોમાં વાલી પ્રતિનિધિઓનો સમાવેશ ફરજિયાત કરવો.